ધરપકડ:ઘોડીપાસાની ક્લબમાંથી રાજકોટ, જામનગરના 19 જુગારી પકડાયા

રાજકોટ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પડધરીના થોરિયાળી ગામે વાડીના મકાનમાં દરોડો
  • રોકડ, મોબાઇલ, વાહન મળી 11.56 લાખનો મુદ્દામાલ કબજે

રાજકોટ જિલ્લાના પડધરી તાબેના થોરિયાળી ગામે રહેતા રતિલાલ ગણેશભાઇ પીપળિયાની વાડીની ઓરડીમાં મોટા પાયે ઘોડીપાસાની ક્લબ ચાલતી હોવાની જિલ્લાની ગુનાશોધક શાખાને માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીએસઆઇ એચ.સી. ગોહિલ સહિતના સ્ટાફે કુનેહપૂર્વક દરોડો પાડ્યો હતો.

દરોડો પડતાની સાથે જ જુગાર રમી રહેલા શખ્સોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. વાડીમાલિક રતિલાલ ઉપરાંત ગામના નરેન્દ્ર મગન શિંગાળા, જામનગરના રાજેશ દેવદાન કિહોર, અશ્વિન ઉર્ફે ખનો પ્રેમજી ગોહિલ, રાજુ વેરશી પરમાર, અશોક ખટાવ મંગી, રાહુલ વાછા ગમારા, મહેશ ઉર્ફે મુન્નો જેઠા વાઘેલા, સુરેશ રમેશ જાદવ, રાજકોટના રવિ ભગવાનજી પંચમતિયા, અસ્લમ મહમદ કલર, અમીન જહુર શિશાંગિયા, દિલાવર ઉર્ફે ઝીંણી, સલીમ મકરાણી, મોસીન મહમદહુશેન પઠાણ, તનવીર ઉર્ફે તની રફિક શિશાંગિયા, કમલેશ ઉર્ફે કમલ ઉર્ફે ટીકુ ગોવિંદ નેભાણી, ગૌરાંગ અરવિંદગીરી ગૌસ્વામી, મનીષ ખેમચંદ ખંઢેરિયા અને મોસીન ઉર્ફે મોટાણી સલીમ મોટાણીને ઘોડીપાસાનો જુગાર રમતા પકડી પાડ્યા હતા. પોલીસે રોકડા રૂ.3.50 લાખ કબજે કર્યા છે.

વાડીમાલિક રતિલાલ નાલ ઉઘરાવી ઘોડીપાસાની ક્લબ ચલાવતા હોવાનું તપાસમાં ખુલ્યું છે. પોલીસે રોકડ ઉપરાંત 13 મોબાઇલ, 3 મોટરકાર મળી કુલ રૂ.11,56,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. જુગાર ક્લબમાંથી પકડાયેલા તનવીર ઉર્ફે તની, રાજેશ કિહોર, અમીન શિશાંગિયા, દિલાવર શિશાંગિયા અને મોસીન મોટાણી અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યા છે.

અન્ય સમાચારો પણ છે...