રાજકોટ મ્યુનિ.નું 19મીએ જનરલ બોર્ડ:શહેરમાં બેનરો લગાવવા માટેના નિયમોની વિગત આપોનો ‘આપ’નો પ્રથમ પ્રશ્ન

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

રાજકોટમાં આગામી તા.19ના રોજ મ્‍યુ. કોર્પોરોશનનું જનરલ બોર્ડ સવાર યોજાશે. જેમાં ભાજપના 10, કોંગ્રેસના 1 તથા અન્‍યના 2 કોર્પોરેટરો સહિત 28 પ્રશ્‍ન રજુ કરાયા છે.જેમાં સૌપ્રથમ વોર્ડ 15ના કોર્પોરેટર અને કોંગ્રેસમાંથી આપમાં જોડાયેલ વશરામભાઇ સાગઠીયાએ પુછેલા કંપ્‍લીસન વિનાની ખાનગી શાળા કોલેજોના નામ સરનામાની વિગતો આપવા, શહેરના વિવિધ વિસ્‍તારોમાં જાહેરાતના બોર્ડ લગવવાના નિયમો વિશેના પ્રશ્‍નથી બોર્ડની ચર્ચાનો પ્રારંભ થશે. આમ જોગાનુજોગ સતત બીજા બોર્ડમાં ‘આપ'નો પ્રથમ પ્રશ્‍ન આવ્‍યો છે.

કેટલા ટ્રાફિક સિગ્નલ નાખવામાં આવ્‍યા ?
જ્‍યારે બીજા ક્રમાંકે વોર્ડનં 11ના કોર્પોરેટર લીલુબેન જાદવે મનપા હસ્‍તક કેટલા ટ્રાફિક સિગ્નલ નાખવામાં આવ્‍યા છે ? તેમાંથી કેટલા કાર્યરત છે? આ ટ્રફિક સિગ્નલ મેઇન્‍ટેનન્‍સનો ખર્ચ કેટલો? તેમજ ત્રીજો પ્રશ્‍ન વોર્ડનં.7ના કોર્પોરેટર દેવાંગ માંકડએ મનપા હસ્‍તકની વોટ્‍સઅપ સેવા દ્વારા છેલ્લા ત્રણ માસમાં કુલ કેટલી ફરીયાદો નોંધાઇ? ક્‍યા ક્‍યા વિભાગની છે તેનો પ્રશ્ન કર્યો છે.

9 દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે
આ ઉપરાંત વિપક્ષી નેતા ભાનુબેન સોરાણીએ રામનાથ મહાદેવ મંદિર નિર્માણ અને આજી રિવર ફ્રન્‍ટ હેઠળ કરવામાં આવનાર કામગીરીની વિગતો અને બાકી રહેલ કામની વિગતો તે તમામની નાણકીય ખર્ચ અને ગ્રાન્‍ટ આવકની વિગતો આપવી તેમજ મનપાની તમામ શાખાના સેટઅપ મુજબ વર્ગ 1 થી 4માં કેટલી જગ્‍યાઓ ખાલી છે? તથા છેલ્લા 3 વર્ષમાં જનભાગીદારી હેઠળ રોડ, ડ્રેનેજ, ડીઆઇ લાઇનના કેટલા કામો થયા સંપુર્ણ ખર્ચની વિગતો સહિતના પ્રશ્‍નો પુછવામાં આવ્‍યા છે. આ ઉપરાંત શહેરના મવડી સહિતના વિસ્‍તારમાં 3 તથા કુલ 4 ટી.પી. સ્‍કીમ બનાવવા સહિતની 9 દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.