તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:રાજ્યના 15 જિલ્લાઓમાં કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા વગર જ રસીના 1.87 લાખ ડોઝ અપાઈ ગયા

રાજકોટ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • આરોગ્ય વિભાગને ચોપડે બધું યોગ્ય જ દેખાયું, કેન્દ્રએ જ્યારે આંકડા આપ્યા ત્યારે ઊંઘ ઊડી
 • અનેક જિલ્લામાં રસીનો જથ્થો ગાયબ થઈ ગયો, જ્યાં સુધી તાળો ન મળે ત્યાં સુધી રસી આપવાનું બંધ

રાજ્યમાં રસીકરણની ઝુંબેશ પુરજોશથી ચાલી રહી છે તેવામાં ઘણા જિલ્લાઓમાં રસીકરણના આંક જાહેર કરવામાં ગોબાચારી સામે આવી છે. રસી આપતા પહેલા કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને પછી રસી આપવાની હોય છે અને પછી તેનો એક આંક રાજ્યના આરોગ્ય વિભાગને પણ ઓનલાઇન ગૂગલ શીટમાં ભરીને દેવાનો હોય છે. રાજ્યના 15 જિલ્લાઓએ કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કર્યા વગર રસીના ઘણા ડોઝ આપી દીધા છે.

ચોપડે તો બધું યોગ્ય હોવાનું રટણ
રસીકરણનો ટાર્ગેટ અપાયો છે અને અંતરિયાળ વિસ્તારોમાં આ ટાર્ગેટ પૂરો ન થતો હોઈ અમુક સેન્ટરના અધિકારીઓ ગૂગલ શીટ પર આંકડાઓની માયાજાળ રચી નાખી હતી.​​​​​​​ ચોપડે આ બધું યોગ્ય જ રહ્યું હતું પણ જ્યારે કેન્દ્રમાંથી કો-વિન પોર્ટલના ડેટા જાહેર કરાયા અને રસીકરણનો પ્રોગ્રેસ માગ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે કો-વિન પોર્ટલ કરતા રાજ્ય સરકારના ચોપડે 1.87 લાખ ડોઝ વધુ નોંધાયા છે. જેનો સ્પષ્ટ અર્થ થયો કે રજિસ્ટ્રેશન વગર આટલા પ્રથમ ડોઝ અપાયા છે જે કેન્દ્રના નિયમ વિરુદ્ધ છે.

રજિસ્ટ્રેશન પૂરું ન થાય ત્યાં સુધી રસી ન આપવાનો નિર્ણય
ફરક એટલો મોટો આવ્યો છે કે તેને ડેટા એન્ટ્રીમાં રહેલી ભૂલ પણ ગણી શકાય નહિ કારણ કે, ડેટા એન્ટ્રીમાં ભૂલ હોય તો ગૂગલ શીટમાં ઓછી એન્ટ્રી થાય. અહીં ઊંધુ થતા જામનગર, મોરબી, દ્વારકા સહિતના જિલ્લાઓમાં આ આંકડાઓનો તાળો એટલે કે રજિસ્ટ્રેશન પૂરતા ન થાય ત્યાં સુધી રસી ન આપવાનો નિર્ણય કરાયો છે. આ જ કારણે રાજકોટમાં સોમવારે રાત્રે સૌરાષ્ટ્ર માટે આવેલો 1 લાખ રસીના ડોઝમાંથી આ જિલ્લાઓને એકપણ ડોઝ અપાયો નથી.

10,000નો ફરક બતાવ્યો પણ ડેટા ન આપ્યો
સમગ્ર વેક્સિનેશનની જવાબદારી સંભાળતા સ્ટેટ ઈમ્યૂનાઈઝેશન અધિકારી ડો. જાનીને ડેટા મિસમેચ અંગે પૂછતા તેઓએ રાજ્યભરમાં માત્ર 10,000નો જ તફાવત છે તેમજ તે ઝડપથી થઈ રહ્યો છે તેવું કહ્યું હતું. કો-વિન પોર્ટલ પર પહેલા એન્ટ્રી ફરજિયાત છે તો હવે રસી મુકાયા બાદ કઈ રીતે રજિસ્ટ્રેશન થાય તે મુદ્દે તેઓએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો તેથી જ્યારે ભાસ્કરે તમામ જિલ્લાઓનો તફાવત કહ્યો તો જવાબ આપ્યો કે ‘મને અત્યારે બધાના આંકડા યાદ નથી પણ તે ઓછો છે.’ ભાસ્કરે લેટેસ્ટ ડેટા માગ્યો તો ‘હમણા આપું છું’ તેટલું કહ્યું હતું. રિમાઈન્ડર આપવા છતાં અધિકારીએ આખરી સ્થિતિનો ડેટા આપ્યો નથી.

3 એપ્રિલની સ્થિતિએ ક્યા જિલ્લામાં કેટલો તફાવત આવ્યો

જિલ્લોશીટ મુજબકોવિન મુજબતફાવત
બનાસકાંઠા30096925019050779
મહીસાગર13231011377118539
ખેડા17468115665318028
આણંદ20697519036816607
ભાવનગર12814311575012393
કચ્છ15023513893611299
દાહોદ1692751598599416
છોટા ઉદેપુર87904786699235
જામનગર97408890548354
મોરબી74191672356956
અમરેલી1538111479615850
વલસાડ1365151307715744
વડોદરા1597091546355074
દ્વારકા62990581394851
ગીર સોમનાથ55422508054617
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો