તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિલન:ભૂલા પડેલા માતા-પુત્રનું 181એ મિલન કરાવ્યું

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટથી કોટડા ગામમાં રહેતી દીકરાના ઘરે જવા નીકળેલા માતા સરનામું ભૂલી જતા તે ખેતરમાં ફરતા રહ્યા.આ અંગેની જાણ 181ની ટીમને થતા તેમને દીકરા સાથે માતાનું મિલન કરાવ્યું હતું. 181ની ટીમને ફોન પરથી માહિતી મળી હતી કે, એક વૃદ્ધ મહિલા પારડી ગામના વાડી,ખેતરમાં ફરે છે. 181ની ટીમે સ્થળ પર પહોંચી વૃદ્ધા સાથે વાત કરતાં તેનો એક પુત્ર રાજકોટ રહે છે અને એક કોટડા ગામમાં રહે છે.વૃદ્ધ મહિલા પોતાના મોટા દીકરાને ત્યાં જવા માટે નીકળે છે, પરંતુ તેને રસ્તો ભુલાઈ ગયો છે તેથી બે દિવસથી પારડી ગામની વાડી અને ખેતરમાં ફરે છે. મહિલા પાસે દીકરાનું સરનામું, મોબાઈલ નંબર હતા નહીં તેથી તેને કોટડા ગામમાં તપાસ કરી તો જાણવા મળ્યું કે તેનો દીકરો બે દિવસથી તેના માતાની શોધખોળ કરી રહ્યો છે. ત્યાંથી તેના દીકરાનો નંબર લઈને પુત્રને જાણ કરે છે સરનામું જાણીને માતાને તેના દીકરા સાથે મિલન કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...