તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સોશિયલ વર્ક:રાજકોટની બિઝનેસ વુમન, નોકરિયાત અને ગૃહિણી એવી 180 મહિલા ગરીબ બાળકોની દેખભાળ કરે છે

રાજકોટ8 દિવસ પહેલાલેખક: ધારા નગેવાડીયા
  • કૉપી લિંક
  • સમાજ માટે...બચતમાંથી એકત્ર કરેલું ભંડોળ ખર્ચે છે
  • જાતે સમય કાઢીને બાળકોના ભણતર, પોષણનું કામ કરે છે
  • કોરોનાકાળમાં પણ કામગીરી અટકી નહીં

રાજકોટમાં હાઉસ વાઈફ,ડોકટર, બિઝનેસ વુમન નિરાધાર બહેનોને સધિયારો આપે છે. તેમજ ગરીબ પરિવારના બાળકોના અભ્યાસથી લઈને તેના પાલન પોષણની જવાબદારી લે છે. 180 બહેનો દર મહિને પોતાનતી બચત ભેગી કરે છે અને તેમાંથી મદદ કરે છે.એટલુ જ નહિ બહેનોના ઘર- પરિવારને લગતી કોઇ સમસ્યા હોય તેનું નિરાકરણ પણ લાવે છે.

નારી વિકાસ સમિતી કેન્દ્રના પ્રમુખ ડો.ઉન્નતીબેન ચાવડા જણાવે છે કે, બહેનોના ઉત્કર્ષ માટે બધી મહિલાઓ છેલ્લા 5 વર્ષથી કામગિરી કરે છે. કોઈ શ્રમદાન આપે છે તો કોઈ નાણાકીય સહાય આપે છે. નાણાકીય સહાય માટે કોઈને ફરજિયાત આગ્રહ કરવામાં આવતો નથી. જેની જે ક્ષમતા હોય તે મુજબ પોતાની બચત આપે છે.જેમાં રૂ. 500 થી લઇને રૂ. 25 હજાર સુધીની સહાય આપે છે. ગરીબ પરિવારના બાળકો નાનપણથી જ મજૂરી કામે જતા અટકે તે માટે અને તેનામાં નાનપણથી જ સારી આદતો વિકસે તે માટે નારી વિકાસ સમિતિની બહેનો દર અઠવાડિયે અલગ અલગ સ્લમ વિસ્તારમાં જાય છે અને ત્યાંના બાળકોને મળે છે અને તેને અભ્યાસ કરાવે છે. કોરોનાની બીજી લહેરમાં આવા પરિવારને બે ટાઈમ ભોજન પુરૂ પાડવામાં આવ્યું છે. અત્યાર સુધી 500થી વધુ પરિવારોને ભોજન અપાયું છે.

બે વર્ષ પહેલા પેરાલીસીસ આવ્યો, આમ છતા વૃધ્ધા કોરોના વોરિયર્સ બન્યા
રાજકોટમાં રહેતા કિરણ બેન કેસરિયા કે જેમની ઉંમર 63 વર્ષની છે તેને બે વર્ષ પહેલા પેરાલિસીસનો હુમલો આવ્યો હતો. આમ છતા કોરોનાની મહામારીમાં તે જરૂરિયાત મંદને મદદરૂપ બનીને કોરોના વોરિયર્સ સાબિત થયા. છે. કિરણ બેન કેસરિયા જરૂરિયાત મંદ હોય તેને દવા પુરી પાડવાથી લઈને ગરીબોને ભોજન પંહોચાડવામાં મદદરૂપ બને છે .કોરોનાની બીજી લહેરમાં અનેક દર્દી અને તેના પરિવારને મદદી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...