રાજકોટ શહેરમાં આજી નદીના પટમાં રામનાથ મહાદેવ મંદિર પાસે રિવરફ્રન્ટ બનવા માટે તૈયારીઓ થઇ રહી છે. આ માટે સૌથી પહેલા નદીમાં ભળતા ગંદા પાણીને દૂર કરવા ડ્રેનેજ નેટવર્ક માટે ઈન્ટરસેપ્ટર લાઈનનું કામ જરૂરી છે. ઘણું કામ પતી ગયું છે પણ નદીના પટમાં જે ગેરકાયદે બાંધકામો છે તે હવે આ લાઈનના કામમાં નડતરરૂપ હોવાથી કામ થઈ શકતું નથી. જેને લઈને આવા વધુ 180 મકાનને મંગળવારે નોટિસ ફટકારાઈ છે આ માટે વિજિલન્સ અને પોલીસ બંદોબસ્ત વચ્ચે બજવણી હાથ ધરાઇ હતી.
આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે, નદીના પટમાં ઘણા મકાનો ગેરકાયદે ચણાયા છે આ કારણે ડ્રેનેજ લાઈનનો પ્રશ્ન થાય છે તેમજ દર વખતે ચોમાસામાં તે વિસ્તારમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવું પડે છે. હવે આ ગેરકાયદે બાંધકામોને નોટિસ અપાઈ છે જો નિયત સમયમાં પોતાની રીતે ખાલી નહિ કરે તો નિયમ મુજબ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.