અનરાધાર વરસાદ:ભગવતીપરા, પ્રશીલપાર્ક સહિત 18 ફીડર બંધ થયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને પગલે શહેરના જુદા જુદા વિસ્તારના 18 જેટલા ફીડર બંધ પડી ગયા હતા અને અંધારા છવાયા હતા.

શહેરના સિટી ડિવિઝન-1 હેઠળના ભગવતીપરા ફીડર, સિટી ડિવિઝન-2 હેઠળ આવતા સેન્ટ્રલ જેલ, ચંદ્રેશનગર, સત્યસાંઈ, જલારામ, મવડી, ટાગોર રોડ ફીડર બંધ પડી ગયા હતા. જ્યારે સિટી ડિવિઝન-3 હેઠળના અયોધ્યા, મુરલીધર, પ્રશીલપાર્ક, મારુતિ, શિવાલય, સ્વાતિપાર્ક, અજંતા, ભવનાથ, ધર્મજીવન, અર્જુનપાર્ક અને એસઆરપી ફીડર પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...