હવામાન:રાજકોટમાં સવારે 18 ડિગ્રી, બપોરે ગરમીનો અહેસાસ, રાત્રે ઠંડો પવન

રાજકોટ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરમાં મિશ્રઋતુનો અહેસાસ

બુધવારે ઠંડીનો પારો 2 ડિગ્રી ઘટ્યો હતો અને લઘુતમ તાપમાન 14 ડિગ્રીએ પહોંચ્યું હતું, પરંતુ ગુરુવારે લઘુતમ તાપમાન ચાર ડિગ્રી વધતા તાપમાનનો પારો 18 ડિગ્રીએ પહોંચ્યો હતો. જોકે દિવસમાં મહત્તમ તાપમાન 28.9 ડિગ્રી થતા દિવસમાં ગરમી અનુભવાઈ હતી, પરંતુ રાત્રે ઠંડો પવન ફૂંકાયો હતો. જેને કારણે ઠંડીનો ચમકારો રહ્યો હતો. સવારે હવામાં ભેજનું પ્રમાણ વધતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઝાકળ જોવા મળી હતી. રાત્રે ઠંડી વધતા લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો હતો.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ ધીમે ધીમે હવે ઠંડીનો પારો વધશે. પવનની દિશા બદલાતા વાતાવરણમાં પરિવર્તન જોવા મળે છે. ગત સપ્તાહે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ચાર દિવસ ઠંડી અને ચાર દિવસ ગરમી રહેતી હતી. મિશ્ર ઋતુને કારણે વાઇરલ ઈન્ફેક્શનના કેસમાં પણ વધારો જોવા મળ્યો હતો. ગુરુવારે સૌથી નીચું લઘુતમ તાપમાન રાજ્યમાં વલસાડ ખાતે 13 ડિગ્રી રહ્યું હતું. રાજકોટમાં ગુરુવારે સવારે પવન 8 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. જ્યારે દિવસમાં પવનની ગતિ 26 કિલોમીટર રહી હતી. રાત્રે પવન નોર્થ ઈસ્ટ તરફના ફૂંકાયા હતા.

સૌરાષ્ટ્રના શહેરનું તાપમાન
શહેરલઘુતમમહત્તમ
અમરેલી17.329
ભાવનગર17.429.3
દ્વારકા22.224.2
ઓખા21.824.8
પોરબંદર1728.2
રાજકોટ18.728.9
સુરેન્દ્રનગર1928.6
મહુવા16.328.8
કેશોદ15.728.6
અન્ય સમાચારો પણ છે...