રાજકોટ ક્રાઇમ ન્યુઝ:મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાનને નોકરી આપવાના બહાને પશ્ચિમ બંગાળના શખસે 1.76 લાખ પડાવ્યા

રાજકોટ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી સુશાંત મિસ્ત્રીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી. - Divya Bhaskar
આરોપી સુશાંત મિસ્ત્રીની પશ્ચિમ બંગાળથી ધરપકડ કરવામાં આવી.

મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા યુવાનને નોકરી આપવાના બહાને ઓનલાઇન 1.76 લાખ રૂપિયા પડાવી છેતરપીંડી આચરનાર શખ્સની રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ચોક્કસ બાતમીના આધારે આરોપી સુશાંત મિસ્ત્રીને પશ્ચિમ બંગાળના મલબજાર પોલીસ મથક વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદી હાર્દિક નામના યુવાને ઘર બેઠા ડેટા એન્ટ્રીનું વર્ક કરવું હોય માટે ઓનલાઇન TCS જોબ્સ નામની વેબ સાઈટમાં રજિસ્ટ્રેશન તા.1/04/2021ના રોજ કરાવ્યું હતું. બાદમાં નોકરી માટે કોલ આવેલો અને રજિસ્ટ્રેશન, ટેક્સ વગેરે જુદા જુદા બહાના બનાવી આરોપીએ પોતાના ખાતામાં કટકે કટકે રૂપિયા 1.76 લાખ જમા કરાવડાવ્યા હતા પણ નોકરી મળી નહોતી. આથી પીજી પોર્ટલમાં અને નેશનલ સાયબર ક્રાઈમમાં ઓનલાઇન અરજી કરી હતી.

દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીને અમદાવાદ જેલમાં ધકેલાયો
છેલ્લા દોઢ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતા ફરતા આરોપીની રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડે ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ મધ્યસ્થ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપતો આરોપી જયેશ જાવિયા (ઉં.વ.38) દોઢ વર્ષ પૂર્વે પેરોલ રજા પર આવ્યો હતો, બાદમાં રજા પૂરી થતા ફરી જેલમાં હાજર થયો નહોતો અને દોઢ વર્ષથી નાસતો ફરતો હતો. આ આરોપીને આજ રોજ રાજકોટ પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે પકડી પાડી અમદાવાદ મધ્યસ્થ જેલમાં સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આરોપી જયેશ જાવિયા.
આરોપી જયેશ જાવિયા.

કાંગશીયાળીમાં સતત બીજા દિવસે જુગારધામ પર પોલીસની રેડ
રાજકોટ જિલ્લાના કાંગશીયાળી ગામની સીમમાં સતત બીજા દિવસે મહિલા સંચાલીત જુગાર ક્લબમાં પોલીસે દરોડો પાડી નવ મહીલાને 21 હજારની રોકડ સાથે ઝડપી પાડવામાં આવી છે. શાપર પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, લોધિકાના કાંગશીયાળી ગામની સીમમાં રાજપથ એપાર્ટમેન્ટનાં ફ્લેટ નં. 602માં રહેતા પુજા પિયુષ આંકોલાના મકાનમાં બંધ બારણે જુગારધામ ચાલુ છે, આથી દરોડો પાડી પોલીસે જુગાર રમતા પુજાબેન પીયુષ આકોલા, દિવ્યાબેન જીતેન્દ્ર વિરસોડીયા, મનીષાબેન દિપક કણસાગરા, જયશ્રીબેન રવિન્દ્ર કણસાગરા, પુનમબેન સતીષભાઈ સવાણી, બિન્દાબેન શૈલેષભાઈ ગેવળીયા, રેખાબેન પંકજ વસોયા, ભાવનાબેન પ્રદીપ જાદવ અને રંજનબેન નટવરભાઈ ચોટીયાને 21 હજારની રોકડ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

રીઢા ગુનેગારની રિક્ષા ચોરીના ગુનામાં ધરપકડ
રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા રિક્ષા ચોરીના ગુનામાં રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગણતરીની કલાકોમાં રિક્ષા ચોરીના ગુનામાં આરોપી અંકિત જાદવને પકડી પાડી તેની પાસેથી ચોરાઉ રિક્ષા સહિત કુલ 1.50 લાખના મુદામાલ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ આરોપી અંકિત જાદવ અગાઉ પણ રાજકોટ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં ચોરી, જુગાર અને પ્રોહિબિશનના ગુનામાં 7 વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો ​​​​​​​હોવાનું સામે આવ્યું છે.

રીઢા ગુનેગાર અંકિત જાદવની ધરપકડ કરવામ આવી.
રીઢા ગુનેગાર અંકિત જાદવની ધરપકડ કરવામ આવી.
અન્ય સમાચારો પણ છે...