તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યક્રમ:1755 આવાસનો ડ્રો, 46 કરોડના કામના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા CM

રાજકોટ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ મનપા અને રૂડાના વિકાસકાર્યો વ્યક્ત કરવા માટે સંયુક્ત કાર્યક્રમ રાખ્યો
  • કોરોનાકાળ હોવા છતાં રાજ્યમાં 30 હજાર કરોડના વિકાસકામો ચાલી રહ્યા છે : રૂપાણી

રાજકોટ મહાનગરપાલિકાના 3.40 કરોડની કિંમતના લોકાર્પણ તેમજ 34.28 કરોડના ખાતમુહૂર્ત તેમજ રૂડાના વિસ્તારના 9.18 કરોડના કામો સહિત 46 કરોડના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ તેમજ આવાસ યોજનાના ડ્રોનો સંયુક્ત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી ડિજિટલ પ્લેટફોર્મ મારફતે હાજરી આપી ઈ-લોકાર્પણ કર્યા હતા.

રાજકોટ શહેર અને રુડાના 1755 આવાસન ડ્રો કરાયા હતા જેમાં 1144 ફ્લેટ ધરાવતા લાઈટ હાઉસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે સમગ્ર દેશમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટનું સૌથી ઝડપી કામ ગુજરાતમાં થઈ રહ્યું છે. હાલ આવા 6 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. વિકાસ કાર્યો અંગે કહ્યું કે કોરોના જેવા કપરા કાળ હોવા છતાં 30 હજાર કરોડના વિકાસકામો ચાલી રહ્યા છે.

એઈમ્સ અને એરપોર્ટ જેવા મોટા પ્રોજેક્ટના કામ ચાલી રહ્યા છે જ્યાં પહોંચવા માટે રોડ અને બ્રિજ બની રહ્યા છે. આ ઉપરાંત રેલવે મારફત લોકો એઈમ્સ સુધી પહોંચે એટલે ખંઢેરી રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવાનું પણ કામ ચાલી રહ્યું છે. તેમજ એઇમ્સ સુધી પહોંચવા ખંઢેરી રેલવે સ્ટેશનથી એઈમ્સ સુધીનો 30 મીટરનો ડી.પી. રોડ 4.32 કરોડના ખર્ચે જ્યારે માર્ગમાં વચ્ચે આવતી નદી પર 4.86 કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનુ ખાતમુહૂર્ત કરાયું છે.

ચોમાસામાં મનપા અને રૂડાના અનેક કામના ખાતમુહૂર્ત, કામો મોડા જ થશે
રૂડા અને મનપાએ ઘણા કામોના ખાતમુહૂર્ત કર્યા છે જો કે આ બધા કામોમાં પાણી, ગટર અને સ્ટ્રોમ વોટર લાઈન, રોડ અને બ્રિજના કામ છે. આ તમામના ખાતમુહૂર્ત અત્યારે થયા પણ ચોમાસાને હવે સપ્તાહ જ બાકી હોવાથી કામ શરૂ થઈ શકે તેમ નથી એટલે 4 મહિના બાદ જ સાચા અર્થમાં કામ શરૂ થયું ગણાશે.

અન્ય સમાચારો પણ છે...