તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:ફ્લેટમાં કબાટ, સેટીમાં સંતાડેલો 1.70 લાખનો દારૂ-બિયર પકડાયો

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
કબાટમાં સંતાડેલ દારૂની 260 બોટલ તેમજ બિયરનો જથ્થો કબજે કર્યો હતો. - Divya Bhaskar
કબાટમાં સંતાડેલ દારૂની 260 બોટલ તેમજ બિયરનો જથ્થો કબજે કર્યો હતો.
  • ભારતીનગરમાંથી 38 હજારનો દારૂ ભરેલી કાર સાથે 1 ઝડપાયો
  • સાધુવાસવાણી રોડ, પામસિટી એપાર્ટમેન્ટમાં પોલીસનો દરોડો

દિવાળીના તહેવાર પર બૂટલેગરોની રેલમછેલ કરવાની મંછા પર પોલીસ તંત્રે પાણી ફેરવી નાખી એક પછી એક દારૂના ધંધાર્થી, બૂટલેગરોને વિદેશી દારૂના જંગી જથ્થા સાથે પકડી રહી છે. ત્યારે પોશ વિસ્તાર એવા સાધુવાસવાણી રોડ પર આવેલા એપાર્ટમેન્ટના ફ્લેટમાંથી પોલીસે રૂ.1.70 લાખની કિંમતના વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એકને પકડી પાડ્યો છે. અન્ય એક દરોડામાં ભારતીનગરમાંથી 38 હજારની કિંમતનો વિદેશી દારૂ ભરેલી કાર સાથે પોલીસે એકને ઝડપી લીધો છે.

પાટીદાર ચોકમાં આવેલા પામસિટી એપાર્ટમેન્ટના એ વિંગમાં 1201 નંબરના ફ્લેટમાં વિદેશી દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે યુનિવર્સિટી રોડ પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ફ્લેટમાં રહેલા કબાટ, સેટી સહિતની જગ્યાઓ પર સંતાડેલો રૂ.1,55,660ના કિંમતની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની 260 બોટલ તેમજ રૂ.14,400નાં કિંમતના બિયરના ટીન મળી આવ્યા હતા.

દરોડા સમયે ફ્લેટ ભાડે રાખનાર મૂળ ઉત્તરપ્રદેશના હાથરસ ગામનો અજિતસિંહ ઉર્ફે મનોજ હરપાલસિંહ તેવટિયાને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં ડ્રાઇવિંગ કામ કરતો હોય પૈસા કમાવવા યુપીથી ટેન્કરમાં દારૂનો જથ્થો લઇ આવ્યાનું રટણ રટ્યું છે.

ગાંધીગ્રામ પોલીસે બાતમીના આધારે દોઢસો ફૂટ રિંગ રોડ, ભારતીનગર-8/11માં રહેતા પ્રહલાદસિંહ હાલુભા ચુડાસમાને તેના ઘરમાંથી વિદેશી દારૂની બે પેટી તેમજ ઘર પાસે પાર્ક કરેલી કારમાંથી છ પેટી મળી કુલ રૂ.38,400ના વિદેશી દારૂ સાથે, જ્યારે અક્ષરનગર સોસાયટીના સંદીપ જગદીશભાઇ ત્રિવેદીને તેમજ આરટીઓ પાછળ શ્રીરામ સોસાયટીના સુરશી ઓઘડ વાળાને એક-એક બોટલ સાથે ઝડપી કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...