તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોના ઇફેક્ટ:ગ્રાહકોના ટોળા એકત્ર થયા હોય તેવી ચા-પાનની 17 દુકાનો સીલ, રાજકોટમાં 3 દિવસ ચાની હોટલ બંધઃ ચા હોટલ એસો.નો નિર્ણય

રાજકોટ4 મહિનો પહેલા
  • રાજકોટમાં અનલોક-2માં પોલીસે 1 કરોડ ઉપરનો દંડ વસૂલ્યો
  • ચા અને પાનની દુકાનોએ ગ્રાહકોના સમૂહ એકત્ર થતા અટકાવવા મહાનગરપાલિકા દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ
  • મનપાની હદમાં આવતા લારી, ગલ્લાવાળા અને હોકર્સ ઝોનમાં છે તે લોકોનો ત્રણ મહિનાનો પંદરસો રૂપિયાનો ચાર્જ માફ

કોરોના મહામારીની વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાઇરસનું સંક્રમણ અટકવવા અને લોકોમાં જાગૃતિ પણ ફેલાય તે માટે જાહેરસ્થળોએ જનસમૂહ એકત્ર ન થાય તેવા હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચા અને પાનની દુકાનોએ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જેમાં 17 દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં એક થડાનો સમાન પણ જપ્ત કરાયો છે. જ્યારે ચા હોટલ એસોસિએશને શનિ, રવિ અને સોમવાર સુધી ચાની હોટલો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

જાહેરનામાનો ભંગ કરતી ચા અને પાનની દુકાનો સીલ
પાનના ગલ્લાઓ પર ટોળા ભેગા ન થાય તે માટે માત્ર પાર્સલની જ વ્યવસ્થા રાખવા માટે મ્યુનિ. કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરતી ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી છે. બીજી તરફ રાજકોટમાં ત્રણ દિવસ શનિ, રવિ અને સોમવાર સુધી ચા મળશે નહીં, કારણ કે ચા હોટલ એસોસિએશન દ્વારા કોરોના કેસની સંખ્યા વધતા ત્રણ દિવસ તમામ ચાની હોટલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાની હદમાં આવતા લારી ગલ્લાવાળા હોકર્સ ઝોનમાં છે તે લોકોનો ત્રણ મહિનાનો પંદરસો રૂપિયાનો ચાર્જ કોર્પોરેશન દ્વારા માફ કરવામાં આવ્યો છે.

મનપા કમિશનરના આદેશથી ટીમ દ્વારા ચેકિંગ ઝુંબેશ
મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલના આદેશ અનુસાર અને નાયબ કમિશનર એ. આર. સિંહના માર્ગદર્શન હેઠળ આસી. મેનેજર દિપેન ડોડીયા અને વિજીલન્સ શાખાના ડીવાય.એસ.પી. શ્રી આર. બી. ઝાલા અને સ્ટાફ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચા અને પાનની દુકાનો ખાતે સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેમાં જે દુકાનોએ ગ્રાહકોના સમૂહ જોવા મળ્યા હતા તે દુકાનો સીલ કરવામાં આવી છે. જેમાં દ્વારકાધીશ ટી સ્ટોલ-નાનામવા રોડ, જાફર ટી સ્ટોલ – ડી.એચ. કોલેજ, ખોડીયાર પાન – મવડી ચોકડી, ખોડીયાર કોલ્ડ્રીંક્સ – મવડી ચોકડી, ખોડીયાર ટી એન્ડ ખોડીયાર વડાપાઉં –મવડી ચોકડી, રવેચી સ્ટોલ – 150 ફૂટ રિંગ રોડ બાલાજી હોલ પાસે તથા ગોપાલ ટી – બાલાજી હોલ પાસે 150 ફૂટ રીંગ રોડ અને દોશી હોસ્પિટલ પાસે ચા નો એક થડો, આ ઉપરાંત અન્ય વિસ્તારની શક્તિ ટી શોપ - સંત કબીર રોડની પાસે, ભાવનગર રોડ, ગાત્રાડ પાન & ટી સ્ટોલ - માર્કેટિંગ યાર્ડ મેઈન રોડ, ખેતલા આપા ટી સ્ટોલ - અમુલ સર્કલ, 80 ફૂટ રોડ, રાધે હોટેલ - અટિકા ફાટક પાસે, મોમાઈ હોટેલ - રૈયા ચોકડી, કિસ્મત હોટેલ - હનુમાન મઢી, રૈયા રોડ, ખોડિયાર હોટેલ - ફૂલછાબ ચોક અને શક્તિ હોટેલ - ડિલક્ષ ચોક, કુવાડવા રોડ ખાતેની દુકાનો સીલ કરવામાં આવી હતી અને ચુનારવા ચોક પાસેની ચાની દુકાનોએથી દબાણ હટાવ કરવામાં આવ્યું હતું તેમજ એક કાઉન્ટર ડિટેઇન કરવામાં આવ્યું છે. 

રાજકોટમાં અનલોક-2માં પોલીસે 1 કરોડ ઉપરનો દંડ વસૂલ્યો 
રાજકોટમાં અનલોક-2 દરમિયાન શહેર પોલીસે ધંધા-રોજગાર ચાલુ રાખતી વખતે સાવચેતી રાખવા અને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવા જાહેરનામું બહાર પાડ્યું હતું. આમ છતાં લોકોએ કોરોના પ્રત્યે બેદરકાર રહી નિયમોનો ભંગ કરતા પોલીસે કડક કાર્યવાહી કરી છે. છેલ્લા 10 જ દિવસમાં પોલીસે 1 કરોડ, 4 લાખ 45 હજાર 800 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેમાં 609 ગુના દાખલ થયા છે. 4252 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. તેમજ જાહેર સ્થળોએ માસ્ક ન પહેરનારા અને જાહેરમાં થૂંકનારા 52,229 લોકોને પકડી લઇ ઉપરોક્ત દંડ વસૂલવામાં આવ્યો છે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે કોઇ સમાજ સેવા કરતી સંસ્થા કે કોઇ પ્રિય મિત્રની મદદમાં સમય પસાર થશે. ધાર્મિક તથા આધ્યાત્મિક કાર્યોમાં પણ તમારો રસ જળવાશે. યુવા વર્ગ પોતાની મહેતન પ્રમાણે શુભ પરિણામ પ્રાપ્ત કરશે. તમારા લક્...

વધુ વાંચો