નિમણૂક:રાજકુમાર કોલેજની ચૂંટણીમાં 17 રાજવીએ દાવેદારી કરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેલ્યૂટ અને નોન સેલ્યૂટ ગ્રૂપ વચ્ચે ચૂંટણી જંગ: ચૂંટણી અધિકારી તરીકે ચાવડાની નિમણૂક કરાઈ

રાજાશાહી વખતની કોલેજ જ્યાં રજવાડાના સંતાનો અભ્યાસ કરતા, અહીંથી અનેક અધિકારીઓ પણ થાય છે એવી રાજકુમાર કોલેજ ટ્રસ્ટની ચૂંટણી અંગે અગાઉ વિવાદ થયા બાદ હવે ચેરિટી કમિશનર દ્વારા ચૂંટણી અધિકારી તરીકે અમરુ એચ. ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તેમણ જાહેર કરેલા જાહેરનામામાં જણાવ્યું છે કે 25 ઓગસ્ટના રોજ ફાઈનલ ઉમેદવારોની બે ગ્રૂપમાં યાદી બહાર પાડવામાં આવી છે અને તા.26 ઓગસ્ટથી પોસ્ટલ બેલેટ પેપર લેવાની કાર્યવાહી પણ શરૂ કરી દેવામાં આવી છે.

તારીખ 18 સપ્ટેમ્બરના રોજ 16 કલાક સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય પોસ્ટલ બેલેટ જમા કરાવવાના રહેશે જ્યારે રાજકુમાર કોલેજ ખાતે રૂબરૂ મતદાન તા.19 સપ્ટેમ્બરના રોજ સવારે 9થી સાંજે 17 કલાક સુધી કરી શકાશે. આ ચૂંટણીમાં ‘એ’ ગ્રૂપ સેલ્યૂટ સ્ટેટમાં 7 રાજવીઓ અને ‘બી’ ગ્રૂપ નોન સેલ્યૂટ સ્ટેટમાં 10 રાજવીએ ઉમેદવારી નોંધાવી છે. દર પાંચ વર્ષે કરવાની થતી ટ્રસ્ટની ચૂંટણી બે વર્ષ વધુ વીતી જવા છતાં કરાઈ નથી.

રાજકુમાર કોલેજ ટ્રસ્ટની ચૂંટણી લડવા માટે ‘એ’ ગ્રૂપમાં એટલે કે સેલ્યૂટ સ્ટેટ ગ્રૂપમાં મહારાજા રાઓલ વિજયરાજસિંહ ઓફ ભાવનગર તથા મહારાજા જયસિંહજી ઓફ ધ્રાંગધ્રા, ઠાકોર સાહેબ પદ્મરાજસિંહજી ઓફ ધ્રોલ, નવાબ સીદી શાહ મહેમુદખાનજી ઓફ જંજીરા એન્ડ જાફરાબાદ, ઠાકોર સાહેબ જયદીપસિંહજી ઓફ લીંબડી, ઠાકોર સાહેબ માંધાતાસિંહજી ઓફ રાજકોટ અને ઠાકોર સાહેબ ચૈતન્યનંદદેવસિંહજી ઓફ વઢવાણનો સમાવેશ થાય છે.

જ્યારે ‘બી’ ગ્રૂપમાં એટલે કે નોન સેલ્યૂટ ગ્રૂપમાં કુલ 10 રાજવીએ ઉમેદવારી નોંધાવી છે જેમાં દરબારસાહેબ અજયવાળા ઓફ અમરનગર થાણાદેવડી, ઠાકોર સાહેબ ક્રિષ્નકુમારસિંહજી ઓફ ચુડા, દરબારસાહેબ મહીપાલ વાળા ઓફ જેતપુર, ઠાકોર સાહેબ કીર્તિકુમારસિંહજી ઓફ લાઠી, ઠાકોર સાહેબ જિતેન્દ્રસિંહજી ઓફ મુળી, દરબારસાહેબ કરનીસિંહજી ઓફ પાટડી, ઠાકોર સાહેબ સોમરાજસિંહજી ઝાલા ઓફ સાયલા, દરબારસાહેબ ઉદયસિંહજી વિરાજ વાળા ઓફ વડિયા, ઠાકોર સાહેબ રાઘવેન્દ્રસિંહજી ઓફ વલ્લભીપુર (વાળા) અને ઠાકોર સાહેબ દેવેન્દ્રસિંહજી જદુવેન્દ્રસિંહજી ઓફ વીરપુરનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...