તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાહતના સમાચાર:ગુજરાતમાં સૌથી નાની વયની 11 દિવસની બાળકીએ કોરોના પર જીત મેળવી, રાજકોટમાં આજે 17 દર્દી સાજા થયા

રાજકોટ9 મહિનો પહેલા
 • કૉપી લિંક
એક દિવસમાં 17 દર્દીઓ સાજા થતા સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ (ફાઇલ તસવીર) - Divya Bhaskar
એક દિવસમાં 17 દર્દીઓ સાજા થતા સિવિલ હોસ્પિટલમાંથી રજા અપાઇ (ફાઇલ તસવીર)
 • રાજકોટમાં અત્યાર સુધીમાં 68 કેસ નોંધાયા જેમાંથી 48 લોકો સાજા થયા
 • રાજકોટમાં 76.2 ટકા કોરોના પોઝિટિલવ લોકો સાજા થયા: મનપા કમિશનર

કોરોનાની મહામારીને લઇને વિશ્વ આખું ચિંતિત છે. રોજ કોરોનાના કેસ વધતા જાય છે. ત્યારે રાજકોટ માટે આજે સારા સમાચાર આવ્યા છે. એકસાથે 17 દર્દીઓ સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જેમાં ગુજરાતની સૌથી નાની વયની 11 દિવસની બાળકીએ કોરોના પર જીત મેળવી છે. આ બાળકીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે તે 11 દિવસની હતી અને 20 દિવસ સારવાર ચાલી હતી. આથી દોઢ માસથી લઇ 65 વર્ષ સુધીના 17 દર્દીઓએ કોરાનાને પરાસ્ત કર્યો છે. સાજા થયેલા 17 દર્દીઓમાં 11 પુરૂષ અને 6 મહિલાનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં 68 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમાંથી 19 દર્દીઓ જ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે. જ્યારે 48 દર્દીઓ સાજા થયા છે અને એકનું મૃત્યુ થયું છે. રાજકોટમાં 76.2 ટકા કોરોના પોઝિટિવ લોકો સાજા થયા હોવાનું મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું. 
 
સાજા થયેલા લોકોના નામ 

1. આશીયાના અસ્લમ કુરેશ (ઉ.વ.35 રહે. જંગલેશ્વર શેરી નં.24) 2.બેબી સીમાબેન આરીફભાઇ પીલુડીયા (ઉ.વ. દોઢ માસ (11 દિવસની હતી ત્યારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો) રહે. જંગલેશ્વર શેરી નં.24) 3.સીમાબેન આરીફભાઇ પીલુડીયા (ઉ.વ.18 રહે. જંગલેશ્વર શેરી નં.24) 4. આરીફભાઇ યુનુસભાઇ પીલુડીયા (ઉ.વ.25 રહે. જંગલેશ્વર શેરી નં.24) 5.નસીમ દિલાવરભાઇ ચુડાસમા (ઉ.વ.34 રહે. જંગલેશ્વર શેરી.24) 6. અફસાના નાસીર પીલુડીયા (ઉ.વ.26 રહે. જંગલેશ્વર શેરી નં.24) 7.જુલુબેન નુરમામદભાઇ પતાણી (ઉ.વ.47 રહે. જંગલેશ્વર શેરી નં.26) 8.જુબેદાબેન નુરમામદભાઇ પતાણી (ઉ.વ.47 રહે. જંગલેશ્વર શેરી નં.26) 9. ઝીકરબાપુ ચોપડા (ઉ.વ. 65 રહે. જંગલેશ્વર શેરી નં.25) 10. તન્વીર આહંકા (ઉ.વ. 21 રહે. લેઉવા પટેલ સોસાયટી 2) 11. સાહિલ દિલદાર બ્લોચ (ઉ.વ. 16 રહે. જંગલેશ્વર) 12. બોદુ રઝાક ઓડિયા (ઉ.વ. 18 રહે. જંગલેશ્વર શેરી નં. 26) 13. આદિલ હુસેન પતાણી (ઉ.વ.10 રહે. જંગલેશ્વર) 14.મહેબુબ ઝીકર ચોપરા ( ઉ.વ.35 રહે. જંગલેશ્વર) 15.ફારૂક ઝીકર ચોપરા ( ઉ.વ.27 જંગલેશ્વર) 16.સાહિલ યુસુફ મુડસ (જંગલેશ્વર શેરી નં. 2) 17.પરવેઝ હુસેન પતાણી (ઉ.વ.14 રહે. જંગલેશ્વર શેરી નં.25)

સાજા થયેલા 4 દર્દીને ઘરે અને 13 દર્દીને પથિકાશ્રમમાં ક્વોરન્ટીન ફેસિલિટીમાં મોકલાયા
 
હાલ રાજકોટ શહેરમાં કુલ 63 અને  ગ્રામ્યના મળી 68 કેસ થાય છે. જેમાંથી આજદિન સુધી કુલ 48 દર્દીઓ સંપૂર્ણ સાજા થયા છે. હાલ શહેરના ૧૪ દર્દીઓ અને ગ્રામ્યના 5 દર્દીઓ સારવાર હેઠળ છે. આજ રોજ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાંથી સાહિલ યુસુફ મુડસ, જુબેદાબેન નુરમામદ પતાણી,  ઝીકરબાપુ ચોપડા અને  બોદુ રઝાક ઓડિયાને ઘરે પરત મોકલવામાં આવ્યા છે તથા અન્ય 13 દર્દીઓને પથીકાશ્રમ ક્વોરન્ટીન ફેસેલિટિ ખાતે મોકલવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો