તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્ર લેટેસ્ટ ન્યૂઝ:ભાવનગરમાં રાત્રે ચોરી કરવા નીકળેલો ચોર રંગેહાથ ઝડપાયો, રાજકોટ ST ડિવીઝનને દિવાળી ફરી, 127 એકસ્ટ્રા બસ દોડાવતા 17 લાખની આવક

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાં ચોરી કરવા આવેલા ચોરને લોકોએ રંગેહાથ ઝડપ્યો - Divya Bhaskar
ભાવનગરમાં ચોરી કરવા આવેલા ચોરને લોકોએ રંગેહાથ ઝડપ્યો
  • જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ચ્યુઅલ ક્લાસ અંગે પરિપત્ર બહાર પાડ્યો

1.જુનાગઢ પોલીસે દિવાળીની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી જુનાગઢ પોલીસ દ્વારા ભવનાથ ખાતે આવેલા આપણું ઘર નામના વૃદ્ધાશ્રમમાં દિવાળીની ઉજવણી કરી હતી. આ વૃદ્ધાશ્રમમાં 25 વૃદ્ધો રહે છે. તેઓની સાથે દિવાળીની ઉજવણી કરી વૃદ્ધોને ભોજન કરાવી અને સાથે બેસી વાતો કરી હતી. હાલના સંજોગોમાં વૃદ્ધો સાથે કોઈ વાત કરવા કે બેસવા તૈયાર નથી ત્યારે જૂનાગઢ પોલીસે દિવાળીની ઉજવણી વૃદ્ધાશ્રમમાં કરી હતી. ભવનાથ ખાતે આવેલા આપણું ઘર નામના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો તથા સંચાલકો જૂનાગઢ પોલીસની સેવાકીય તથા સંવેદનશીલ ભાવનાથી ભાવ વિભોર થઈ ગયા હતા.

2. રાજકોટ ST ડિવીઝનને દિવાળી ફરી, 127 એકસ્ટ્રા બસ દોડાવતા 17 લાખની આવક
રાજકોટ ST ડિવીઝનને દિવાળીનો તહેવાર અને કોરોનાકાળ અને 75 ટકા મુસાફરો લેવાના નિયમો વચ્ચે પણ ફળ્યો છે. દિવાળી તહેવારના 5 દિવસમાં 127 જેટલી એકસ્ટ્રા બસો દોડવવી પડી હતી. ડેપો મેનેજર નિશાંત વરમોરા તથા અન્ય તમામ સ્ટાફ જૂના-નવા બંને બસ ડેપો પર રાઉન્ડ ધ ક્લોક હાજર રહ્યો હતો. ખાસ કરીને પંચમહાલ, ગોધરા, અમદાવાદ, દ્વારકા, દીવ, ભૂજ, વેરાવળ, સોમનાથ, જામનગર તરફ વધુ ટ્રાફિક અને બસોની ડિમાન્ડ રહી હતી. દરમિયાન રાજકોટ ST ડેપોને 17 લાખની આવક થઈ છે.

જુનાગઢ પોલીસે વૃદ્ધાશ્રમમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો
જુનાગઢ પોલીસે વૃદ્ધાશ્રમમાં દિવાળીનો તહેવાર ઉજવ્યો

3. ભાવનગરમાં રાત્રે ચોરી કરવા નીકળેલો ચોર રંગેહાથ ઝડપાયો ભાવનગર શહેરમાં રાત્રે ચોરી કરવા આવેલા ચોરને લોકોએ રંગેહાથ ઝપડી લીધો હતો. બનાવના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. ચોર દુકાનની અંદર હોવાની જાણ થતા લોકોએ શટર ખોલતા જ ચોર રંગેહાથ ઝડપાયો હતો. બાદમાં પોલીસની હાજરીમાં જ ચોરની ધોલાઈ કરવામાં આવી હતી અને પોલીસે ગુનો નોંધી ચોરની ધરપકડ કરી હતી.

4. જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારીએ વર્ચ્યુઅલ ક્લાસ અંગે પરિપત્ર બહાર પાડ્યો
જુનાગઢ સમગ્ર શિક્ષા, ગુજરાતના હોમ લર્નિંગ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત વર્ચ્યુઅલ શાળાના નૂતન વર્ષથી નવા અભિગમ સાથે તા.19/11/2020 થી રાબેતા મુજબના ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસ ચાલુ થવા જઇ રહ્યાનો પરિપત્ર જિલ્લા શિક્ષણાધિકારીએ બહાર પાડ્યો છે. જેમાં જણાવ્યું છે કે, આપ તેમજ આપના મિત્રો આ ક્લાસમાં જોડાય તથા હવેથી આ ઓનલાઇન વર્ચ્યુઅલ ક્લાસ રાબેતા મુજબ ચાલુ રહેશે. એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી આ ક્લાસની જાણ થાય અને નિયમિત જોડાય તેવા સન્નિષ્ઠ પ્રયાસ કરવા વિનંતી.

5. ભાવનગર રેન્જ આઈજીએ વાર્ષિક ઈન્સ્પેક્શનનું આયોજન
ભાવનગર રેન્જ આઈજી અશોકકુમાર યાદવની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભાવનગર જિલ્લા ક્રાઈમ કોન્પરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્સ્પેક્શન દરમિયાન જિલ્લાના તમામ ડિવીઝનમાં કરેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરેલી કામગીરી અને 1થી 5ના ગુનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો