કોરોના રાજકોટ LIVE:17 દિવસ બાદ શહેરમાં 1 દર્દી પોઝિટિવ, કુલ કેસની સંખ્યા 63691 પર પહોંચી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • અસહ્ય ગરમીથી સનસ્ટ્રોક અને પાણીજન્ય રોગના કેસ વધ્યા
  • એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 158 અને ઝાડા-ઉલ્ટીના 104 કેસ નોંધાયા

રાજકોટ શહેરમાં બાદ શહેરમાં 1 દર્દી પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. હાલ કુલ કેસની સંખ્યા 63691 પર પહોંચી છે.બીજી તરફ અસહ્ય ગરમીને કારણે સનસ્ટ્રોક અને પાણીજન્ય રોગના કેસ વધ્યા છે. જેમા એક અઠવાડિયામાં શરદી-ઉધરસના 158, તાવના 78 અને ઝાડા-ઉલ્ટીના 104 કેસ નોંધાયો છે. તેમજ ચાલુ વર્ષમાં મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુના 8, મેલેરિયાના 3 અને ચિકનગુનિયાના 4 કેસ નોંધાયા છે.

છેલ્લા 15 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે
રાજકોટ શહેરમાં છેલ્લા 15 દિવસથી ગરમીનો પારો વધી રહ્યો છે તેવામાં ગત સપ્તાહમાં રેકોર્ડબ્રેક ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યા હતા અને 10 એપ્રિલ સુધીના સપ્તાહમાં 147 કેસ હતા જે તે પહેલાના સપ્તાહ કરતા બમણા હતા. 18મીએ પૂરા થતા સપ્તાહે ગરમીનો પારો વધ્યો હતો પણ ઝાડા-ઊલ્ટી જેવા રોગમાં ઘટાડો આવ્યો છે અને 104 કેસ આવ્યા છે.

બજારનું ઠંડુ પાણી અને શરબત જોખમી
સિવિલ હોસ્પિટલમાં ઈમર્જન્સી વિભાગમાં લૂ લાગવા તેમજ ગરમીને કારણે ગભરામણ થવી, ડિહાઈડ્રેશન, બેશુદ્ધ થવા સહિતના કેસની સંખ્યા ક્રમશ: વધી હતી. જોકે હવે કેસ ઘટી રહ્યા છે. તબીબો જણાવે છે કે, એપ્રિલ માસની શરૂઆતમાં એકદમથી ગરમીમાં વધારો થયો હતો જેને કારણે ઘણા લોકો લૂની ઝપટમાં આવી ગયા હતા. આ ઉપરાંત ગરમીથી ઠંડક મેળવવા તુરંત જ ઠંડું પાણી તેમજ બજારમાં મળતા હલકી ગુણવત્તાના શરબત લેતા ઝાડાની સમસ્યા વધી હતી. હવે ગરમીથી બચવા લોકોએ પ્રયાસ ચાલુ કર્યા છે. જોકે તાપમાન ચાલુ વર્ષે પ્રથમ વખત 44 ડિગ્રીએ પહોંચશે ત્યારે ફરી આવા કેસમાં વધારો થાય તેવી શક્યતા છે.