તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરી કોરોના કાળ:6 મહિના પછી એક જ દિવસમાં 168 કેસ, 72 દી’ બાદ 24 કલાકમાં 6નાં મોત

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
સમરસ હોસ્ટેલમાં ફરીથી કોવિડ કેર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરવાનું હોવાથી ત્યાં ઓક્સિજન સપ્લાય માટે પાઇપનું કામ ચાલુ કરાયું છે. અહીં 200 દર્દીને દાખલ કરી શકાશે. - Divya Bhaskar
સમરસ હોસ્ટેલમાં ફરીથી કોવિડ કેર સેન્ટર અને હેલ્થ સેન્ટર શરૂ કરવાનું હોવાથી ત્યાં ઓક્સિજન સપ્લાય માટે પાઇપનું કામ ચાલુ કરાયું છે. અહીં 200 દર્દીને દાખલ કરી શકાશે.
 • સપ્ટેમ્બર માસમાં જ્યારે સૌથી વધુ કેસ આવ્યા ત્યારે પણ દૈનિક 150ની આસપાસ જ કોરોનાના પોઝિટિવ કેસ આવતા હતા
 • એક્ટિવ કેસની સંખ્યા 762 થઈ, ખરા અર્થમાં હવે કોરોનાની બીજી લહેર આવી હોવાનું કહેતા તબીબો
 • 25 હજારથી વધુ કેસ રાજકોટ જિલ્લામાં નોંધાયા છે.150મોત કોરોનાથી જ થયાની નોંધ

રાજકોટને કોરોનાએ ફરી 6 મહિના પહેલાની સ્થિતિએ ઊભું રાખી દીધું છે. માત્ર 24 કલાકમાં 6 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. જ્યારે એક જ દિવસમાં 168 કેસ આવ્યા છે જેમાં 146 રાજકોટ શહેર જ્યારે 34 કેસ ગ્રામ્ય વિસ્તારના છે તેમજ એક્ટિવ કેસમાં પણ ઉછાળો આવતા 762 થયા છે.

રાજકોટમાં કોરોનાનો સૌથી મોટો ઝટકો સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં લાગ્યો હતો. ત્યારે દૈનિક કેસ 150ની આસપાસ આવી રહ્યા હતા અને એક્ટિવ કેસની સંખ્યા 2000 કરતા વધી ગઈ હતી. જોકે દૈનિક કેસ કદી 200 સુધી આંબ્યા ન હતા પણ ગુરુવારે કુલ નવા પોઝિટિવ કેસ 168 થયા છે. બીજી તરફ 10 જાન્યુઆરીએ એક દિવસમાં 7 મોત થયા હતા ત્યારબાદ 25 માર્ચની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં 6 મોત નોંધાયા છે. કોરોનામાં સતત દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલાઈઝેશન વધ્યું છે અને રાજકોટમાં હાલ 459 લોકો કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. સાંજના સમયે કેસ જાહેર થતાં જ તંત્રમાં હડકંપ મચ્યો હતો અને તમામ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી.

સિવિલમાં 10 દિવસ પહેલા 60 દર્દી હતા હાલ 218 દાખલ, દરરોજ 50નો ઉમેરો
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસ પહેલા 60 દર્દી દાખલ હતા અને તેમાં પણ ગંભીર કેસ ખૂબ ઓછા હતા. જોકે હવે સ્થિતિ તેનાથી ઊંધી થઈ છે અને રોજના 50 દર્દી દાખલ થઈ રહ્યા છે. આ કારણે દાખલ દર્દીની સંખ્યા 218 થઈ છે. જે પૈકી બીજા માળે આઈસીયુ ફુલ થઈ ગયું છે જેથી ત્રીજા અને ચોથા માળે પણ એડમિશન શરૂ કરાયા છે. હાલ 200માંથી 130 જેટલા ઓક્સિજન પર છે જ્યારે બાઈપેપ અને વેન્ટિલેટર પર 30 દર્દી છે જેમની હાલત ગંભીર થઈ રહી છે. શરૂઆતમાં એવું લાગતું હતું કે, હવે જે કેસ આવે છે તેમાં મોટાભાગે નજીવા જ હોય છે પણ તે માન્યતાનું ખંડન થયું છે.

4 મહિના બાદ આજથી સમરસ અને કેન્સર હોસ્પિટલ શરૂ કરાશે
સમરસ હોસ્ટેલ અને કેન્સર હોસ્પિટલમાં ડેડિકેટેડ હેલ્થ સેન્ટર શરૂ કરાયા હતા જે દર્દીઓની સંખ્યા ઘટતા 15 નવેમ્બરે બંધ કરાયા હતા. કેસની સંખ્યા વધતા બે જ દિવસમાં આ બંને સ્થળોએ વ્યવસ્થા કરવા આદેશ કરાયો હતો અને તેના ભાગરૂપે શુક્રવારથી જ સમરસ અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓ દાખલ કરાશે. જે દર્દીઓને ઓક્સિજનની જરૂરિયાત છે તેમને કેન્સર જ્યારે જે લોકોની તબિયત સારી છે અને ઓછા કિસ્સામાં ક્યારેક જ ઓક્સિજનની જરૂર પડી શકે છે તેમને સમરસ હોસ્ટેલમાં શિફ્ટ કરાશે.

કેસમાં ઉછાળો આવતા 45 વયના લોકોનું વેક્સિનેશન
રાજકોટમાં કેસની સંખ્યા બે જ દિવસમાં ઘણી વધી ગઈ છે અને ડિસ્ચાર્જ રેશિયો પણ વધ્યો છે. આ દરમિયાન 1 એપ્રિલથી 45 કરતા વધુની કોઇપણ વ્યક્તિને રસી આપવાનું આયોજન હતું પણ કેસની સંખ્યા વધતા રાજકોટ મહાનગરપાલિકાએ ગુરુવારથી જ 45 કરતા વધુ લોકોને વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે જે માટે રાજ્ય સરકારમાંથી મંજૂરી આવ્યાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

રસીનો પ્રથમ ડોઝ લીધો હોય તેવા પણ કોરોનાની ઝપટે ચડ્યા
કોરોના સામે સુરક્ષા કવચ મેળવવા માટે બે ડોઝ લેવા ફરજિયાત છે પણ અમુક લોકો એક જ વખત ડોઝ લઈને જાણે હવે કોરોના થવાનો નથી તેવા નિષ્ફિકર બની ગયા છે તે પૈકી 5 લોકો હાલ કોરોનાગ્રસ્ત થયાનું બહાર આવ્યું છે. આ લોકોએ ડોઝ લીધાના થોડા દિવસો બાદ પોઝિટિવ આવ્યા હતા તેવું તબીબો જણાવે છે. હજુ સુધી બે ડોઝ લીધા હોય અને કોરોના પોઝિટિવ હોય તેવો એકપણ કેસ રાજકોટમાં નોંધાયો નથી.

તંત્ર તૈયાર છે પણ લોકો સાવચેતી રાખે, માસ્ક પહેરે તે જરૂરી
મનપા વિસ્તારમાં 45 કરતા વધુના લોકોને વેક્સિનેશન ચાલુ કરાયું છે અને કાલથી જિલ્લામાં તમામ ફ્રન્ટલાઈન વર્કરને રસી આપવાનું શરૂ કરાશે. કેન્સર હોસ્પિટલ અને સમરસ શુક્રવારથી શરૂ થઈ જશે જ્યારે જસદણ, ધોરાજી સહિતના તાલુકાઓમાં પણ બેડ એક્ટિવ કરાયા છે. તંત્ર પાસે બધી તૈયારી છે પણ લોકો સાવચેતી રાખે તે જરૂરી છે. કારણ કે, આ રોગ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે.> રેમ્યા મોહન, કલેક્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો