રાજ્ય સરકારે વ્યવસાય વેરામાં વ્યાજ માફીની યોજના લાવતા રાજકોટ મહાનગરપાલિકાએ તેનો અમલ કર્યો હતો જેથી મનપાને ટૂંકાગાળામાં 16.65 કરોડ રૂપિયાની આવક થઈ છે. બીજી બાજુ વ્યવસાયવેરો ભરનારાઓને પણ રૂપિયા 7 કરોડ જેટલી વ્યાજની રકમમાંથી રાહત મળી હતી.
રાજકોટ મનપાએ તા. 6 -10થી 31-12 સુધીમાં વ્યવસાય વેરો ભરનારને વ્યાજ માફી નક્કી અપાશે તેવું જાહેર કર્યું હતું. આ કારણે ઘણા વર્ષોથી લેણા થતા રૂપિયા જમા થયા હતા અને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ હતી અને સામે વ્યવસાય વેરો ભરનારાઓ 11789 નાગરિકને 7 કરોડ રૂપિયા જેટલી માતબર વ્યાજની રકમમાંથી રાહત મળી હતી. મનપાના જણાવ્યા અનુસાર વર્ષ 2022-23માં વેરા વસૂલાત શાખાને વ્યવસાય વેરો ઉઘરાવવાનો લક્ષ્યાંક 35 કરોડ રૂપિયા આપ્યો હતો.
જેની સામે 31-12 સુધીમાં 30.18 કરોડ રૂપિયાની આવક થઈ છે અને કુલ 26922 નાગરિકના વેરા અત્યાર સુધીમાં ભરપાઈ થઈ ચૂક્યા છે. જોકે વેરા શાખાને હજુ મિલકત વેરાનો લક્ષ્યાંક પૂરો કરવામાં ઘણું લાંબું અંતર કાપવાનું છે તેથી જાન્યુઆરી માસની શરૂઆતથી જ રિકવરી સેલને મેદાને ઉતારી બાકીદારોની મિલકતોને નોટિસ અને સીલિંગની કામગીરી શરૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.