તસ્કરી:રેલવે ઇજનેરના સરકારી બંગલામાં 1.65 લાખની ચોરી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઠી કમ્પાઉન્ડ બંગલા નં.33માં રહેતા રેલવેના ડિવિઝનલ એન્જિનિયર પલાસભાઇ અનિલભાઇ પગારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ સરકારી બંગલામાં 14 મહિનાથી રહે છે. ગત તા.23ના રોજ પત્ની સાથે ઉદયપુર ગયા હતા. બીજા દિવસે ઓફિસમાં ફરજ બજાવતા મિત્રનો ફોન આવ્યો કે, તમારા બંગલાનો દરવાજો ખુલ્લો છે. જેથી બંગલાની અંદર જઇ વીડિયો કોલ કરવા કહ્યું હતું. વીડિયો કોલમાં ઘરની અંદર તમામ ચીજવસ્તુઓ વેરણછેરણ જોવા મળી હતી. બાદમાં મંગળવારે સવારે રાજકોટ પરત ફર્યા હતા. ઘરમાં તપાસ કરતા રૂ.1.35 લાખ રોકડા અને 30 હજારની કિંમતના ઘરેણાં મળી કુલ રૂ.1.65 લાખની મતા ચોરાઇ હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...