રાજકોટ કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ અને એમ-ગવર્નન્સ હેઠળની ઓનલાઇન સેવાઓ લોકોને ખૂબ કામ આવી રહી છે. ત્યારે આજના સોશિયલ મીડિયાના યુગમાં સૌથી વધારે ઉપયોગી વોટ્સએપ સર્વિસ મહાપાલિકાએ શરૂ કરતા નાગરિકો તેનો ભરપૂર લાભ લઇ રહ્યા છે. ફ્રી અને ઝડપી આ સેવા શરૂ થયાને દોઢ મહિનો એટલે કે 48 દિવસ થયા છે ત્યારે અત્યારસુધીમાં 4.73 લાખ મેસેજની ચેટમાં આપ-લે થઇ છે. જેમાં સૌથી વધુ વેરાબિલ માટે 16,357 લોકોએ 2.33 લાખ મેસેજ કર્યા છે અને 2.40 લાખ મેસેજનો મનપાએ રિપ્લાય આપ્યો છે.
ઇન્કવાયરી માટે વોટ્સએપ નંબરનો ઉપયોગ કરવા અપીલ
ટોલ ફ્રી નંબર બાદ વધુ એક સરળ અને ફ્રી સેવા શરૂ કરાવનાર સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલે આ સર્વિસ સફળ થયાનો સંતોષ વ્યક્ત કર્યો છે. તેમજ વધુને વધુ લોકો તેમની રોજિંદી ફરિયાદ, સેવાની જરૂરિયાત, જુદી જુદી ઇન્કવાયરી માટે વોટ્સએપ નંબર 95123-01973નો ઉપયોગ કરે તેવો અનુરોધ પણ કર્યો છે.
25 ફેબ્રુઆરીએ વોટ્સએપ સેવી શરૂ કરાઇ હતી
ગત 25 ફેબ્રુઆરીના રોજ આ વોટ્સએપ સેવા શરૂ થઇ હતી. 13 એપ્રિલ સુધીમાં એટલે કે 48 દિવસમાં 16,357 નાગરિકોએ આ સેવાનો ઉપયોગ કર્યો છે. ચેરમેને જણાવ્યું હતું કે, અત્યારસુધીમાં મનપાએ આ નંબર પર 2,33,601 મેસેજ મળ્યા છે. તો વોટ્સએપ સર્વિસમાંથી 2,40,097 મેસેજના રિપ્લાય કરાયા છે. ફરિયાદ, સેવાઓ અંગે પૂછપરછ, ફોર્મ ડાઉનલોડ, રસિદો, બિલ, નકશા, બજેટ, ટીપી મેપ, ફોન નંબરો, ટેન્ડર, ભરતી પ્રક્રિયા, સ્પોર્ટ્સ સહિતની સેવાઓમાં માટે આ નંબર ખૂબ ઉપયોગી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.