તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રોજેક્ટ:એઈમ્સને રાજકોટ તાલુકામાં સમાવવા 161 એકર જમીન પરાપીપળિયાને સોંપાશે

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પરાપીપળિયા અને ખંઢેરીના અલગ-અલગ સરવે નંબરની જમીન અપાઈ હતી
 • સરકારની મંજૂરી બાદ એક જ તાલુકામાં રાજ્યના બે સૌથી મોટા પ્રોજેક્ટ

રાજકોટના પરાપીપળિયા અને ખંઢેરી ગામની સીમમાં નિર્માણાધીન એઈમ્સની તમામ જમીનનો સરવે નંબર પરાપીપળિયાને સોંપવા માટે ફાઈલ તૈયાર થઈ છે અને કલેક્ટર તેમાં અભિપ્રાય આપ્યા બાદ સરકારમાં મંજૂરી અર્થે મોકલશે.

એઈમ્સ રાજકોટ 201 એકર જમીનમાં બને છે જેમાંથી 161 એકર જમીન ખંઢેરી ગામ જ્યારે બાકીની જમીન પરાપીપળિયાની હદમાં આવે છે એટલે કે બે ગામ વચ્ચે એઈમ્સ છે પણ આ મામલો બે ગામ પૂરતો જ સીમિત નથી. ખંઢેરી ગામ પડધરી તાલુકામાં આવે જ્યારે પરાપીપળિયા ગામ રાજકોટ તાલુકામાં આવે છે તેમજ ખંઢેરી રાજકોટ ગ્રામ્ય પ્રાંત તેમજ પરાપીપળિયા રાજકોટ શહેર પ્રાંત-2 હેઠળનો વિસ્તાર છે.

પોલીસની દૃષ્ટિએ પણ પરાપીપળિયા શહેર પોલીસ કમિશનરેટ જ્યારે ખંઢેરી જિલ્લા પોલીસ હેઠળ છે તેથી ત્યાં પોલીસ ચોકી કે પોલીસ સ્ટેશન બનાવવાનું થાય તો પણ મુશ્કેલી સર્જાઈ શકે છે. આ રીતે એક જ બિલ્ડિંગ માટે છ વિભાગો વચ્ચે વહેંચાયેલું છે જેનાથી વહીવટી કામ ઉપરાંત લોકોને પણ ઘણી સમસ્યા ઊભી થઈ શકે છે. આ માટે જિલ્લા વહીવટી તંત્રે નિર્ણય લીધો છે કે ખંઢેરીની જે જમીનનો સરવે નંબર છે તે પરાપીપળિયાને સોંપી ગામનો સીમાડો વધારવામાં આવશે.

પ્રાંત અધિકારી રાજકોટ ગ્રામ્ય વિરેન્દ્ર દેસાઈએ ખંઢેરીમાં આવેલી અને એઈમ્સને લગતી 161 એકર જમીનનો સરવે નંબર પરાપીપળિયાને આપવા માટે કાર્યવાહી કરીને ફાઈલ કલેક્ટરને મોકલી છે અને તેઓ આ મામલે નિર્ણય લઈ સરકારમાં સરવે નંબર સોંપવા અંગે મંજૂરી માગશે. આ મંજૂરી મળી જતા એઈમ્સ પરાપીપળિયામાં ગણાશે અને પોલીસ કમિશનરેટ હેઠળ આવશે અને વહીવટી પ્રક્રિયા માટે શહેર-2 પ્રાંત અધિકારી હેઠળ આવશે.

ભવિષ્યમાં એઈમ્સ મહાનગરપાલિકા વિસ્તારમાં આવી જશે
માધાપર અને ઘંટેશ્વર રાજકોટ મનપામાં ભળ્યા બાદ હવે સૌથી નજીકના ગામોમાં પરાપીપળિયાનો પણ સમાવેશ થાય છે તેથી ભવિષ્યમાં આ ગામમાં મનપાની હદમાં સમાઈ શકે છે અને તે સમયે જો બે ગામ વચ્ચે જ બાંધકામ હોય તો નવી મુશ્કેલી સર્જાઈ શકે પણ હવે એક જ ગામમાં એઈમ્સ આવી જતા ત્યારની પ્રક્રિયા પણ સરળ થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો