સગાંએ સગીરાને મા બનાવી:રાજકોટમાં 16 વર્ષની પુત્રીને પેટમાં દુઃખાવો ઉપડતા પરિવાર હોસ્પિટલે લઇ ગયો, ડોક્ટરે બાળકનો જન્મ કરાવ્યો, સંબંધીના 2 પુત્રએ જ દુષ્કર્મ આચર્યાનું ખુલ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર રહેતા મહિલા સંબંધીએ ગળાનું ઓપરેશન કરાવતા સગીરા ઘરકામ કરવા ગઇ હતી
  • મહિલાના સંબંધીના પુત્રએ જ સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી હતી

રાજકોટ શહે૨ના મો૨બી રોડ પ૨ ૨હેતી એક 16 વર્ષની સગીરાએ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો છે. જેની પ્રાથમિક તપાસમાં સંબંધીના જ બે પુત્રોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો મળતા પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે. સગીરાને પેટમાં દુઃખાવો ઉપડતા પરિવાર હોસ્પિટલ લઇને ગયો હતો. હોસ્પિટલના ડોક્ટરોએ 9 માસનો ગર્ભ હોવાનું અને પ્રસુતાનો દુઃખાવો હોવાનું જણાવતા પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી. બાદમાં ડોક્ટરોએ ડિલિવરી કરાવી બાળકનો જન્મ કરાવ્યો હતો.

સગીરાએ બાળકને જન્મ આપતા પરિવાર સ્તબ્ધ
પ્રાપ્ત વિગત મુજબ શહે૨ના મો૨બી રોડ પ૨ ૨હેતા મૂળ ભાવનગ૨ના પરિવા૨ની 16 વર્ષીય સગીરાએ ગઈકાલે અચાનક પેટમાં દુ:ખાવો થતો હોવાની વાત ક૨તા પરિવા૨ના સભ્યો તેને રાજકોટ સિવિલ હોસ્પિટલના ઈમ૨જન્સી વોર્ડ ખાતે લાવ્યા હતા. અહીં ડોક્ટરોને શંકા ગઈ હતી કે સગીરા ગર્ભવતી છે. જેથી તેણીને જનાના હોસ્પિટલના વોર્ડમાં રીફર કરવામાં આવી હતી ત્યાં સંપૂર્ણ તપાસ થતા સગીરાને 9 મહિનાનો ગર્ભ હોવાનું તબીબોએ જણાવતા સગીરાના પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અન્ય પરિવા૨જનો પણ આ વાત જાણી ચોંકી ઉઠ્યા હતા. તુરંત સગીરાને પ્રસુતા કરાવવાની જરૂ૨ જણાતા તબીબોએ ડિલિવરી કરી હતી અને સગીરાએ બાળકને જન્મ આપતા ખળભળાટ મચી ગયો હતો.

રાજકોટના બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી.
રાજકોટના બી ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી.

મહિલા સંબંધી સગીરાના ખૂબ નજીકના સગા
બનાવના પગલે સિવિલ પોલીસ ચોકીના સ્ટાફે બી. ડિવિઝન પોલીસ મથકે જાણ ક૨તા PSI ગોહિલ સહિતનો સ્ટાફ દોડી આવ્યો હતો. સગીરાના પિતાની પૂછપ૨છ ક૨તા અને સગીરાનું કાઉન્સેલિંગ કરાતા પ્રાથમિક વિગતો સામે આવી છે તે મુજબ સગીરા ગત માર્ચ માસમાં પો૨બંદ૨ ખાતે તેમના સંબંધીના ઘરે ગઈ હતી. આ મહિલા સંબંધી તેના ખૂબ નજીકના સગા હોય તેમને ગળાનું ઓપરેશન કરાવ્યું હોવાથી સગીરા કામકાજમા મદદ કરાવવા માટે ગઈ હતી.

વારાફરતી સંબંધીના બે પુત્રએ દુષ્કર્મ આચર્યું
અહીં મહિલા પરિચિતના પુત્રએ સગીરા ઉપ૨ વારંવા૨ દુષ્કર્મ આચર્યું હતું. જેના કા૨ણે સગીરાને ગર્ભ ૨હી ગયો હતો અને તે ગર્ભવતી બની હતી. ઘ૨ના સભ્યોને જાણ થશે તો ખીજાશે તેવા ડ૨ના કા૨ણે સગીરાએ આ વાત કોઈને કરી નહોતી. જોકે, ગઈકાલે બાળકને જન્મ આપતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. સગીરાએ પ્રથમ સંબંધી મહિલાના એક પુત્રએ દુષ્કર્મ ર્ક્યાનું કહ્યું હતુ. બાદમાં તેના બીજા પુત્રએ પણ કુકર્મ ર્ક્યાનું કહ્યું હતું. આથી પોલીસે પણ ઊંડાણપૂર્વકની તપાસ કરી ૨હી છે.

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

સગીરાના પિતા ઈમિટેશનમાં મજૂરી કરે છે
બનાવ પો૨બંદ૨નો હોવાનું પ્રાથમિક વિગતોથી માલૂમ પડતા બી. ડિવિઝન પોલીસે પો૨બંદ૨ પોલીસને જાણ ક૨તા ત્યાંથી પોલીસ ટીમ રાજકોટ દોડી આવી છે અને તપાસ હાથ ધરી છે. પોલીસના જણાવ્યા મુજબ સગીરાનો પરિવા૨ મૂળ ભાવનગ૨નો છે અહીં રાજકોટ ચા૨ વર્ષથી ૨હે છે, પિતા ઈમીટેશનમાં મજૂરી કામ કરે છે. જ્યારે ભોગ બનના૨ બે બહેનોમાં મોટી છે. પોલીસે નિવેદનો અને આક્ષેપો મુજબ તપાસ આગળ વધારી છે.

અન્ય સમાચારો પણ છે...