રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનની વેરા વસુલાત શાખા દ્વારા આજે સેન્ટ્રલ ઝોનમાં 13 તથા ઇસ્ટ ઝોનમાં 3 મળી 16 મિલ્કત સીલ કરવામાં આવી હતી. તો ત્રણે ઝોન મળી 59 મિલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી છે.
1 દુકાન સિલ કરવામાં આવી
વોર્ડ નં.1ના ગાંધીગ્રામ બાલમુકુંદ ટ્રેડર્સ, રૈયાધાર ટાઉનશીપમાં પાણી ચાર્જના એક લાખની વસુલાત, જાસલ કોમ્પ્લેક્ષમાં 11 યુનિટને ટાંચ જપ્તીની નોટીસ અપાઇ હતી. વોર્ડ નં.2ના મારૂતિનગરમાં 4, વોર્ડ નં.4ના મોરબી રોડ પર 4, સાંઇનાથ ઇન્ડ. એરીયામાં 3 યુનિટને જપ્તી નોટીસ અપાઇ હતી તો સદગુરૂધામમાં 1 દુકાન સીલ કરવામાં આવી હતી. વોર્ડ નં.પમાં આરટીઓ પાછળ 4, વોર્ડ નં.6માં ચંપકનગરમાં દુકાન અને સંસ્કાર ઇન્ડ. એરીયામાં 1 મિલ્કત પાસે રીકવરી અને સીલની કાર્યવાહી કરવામાં આવી હતી.
3.44 લાખની રીકવરી
વોર્ડનં.7ના ઢેબર રોડ પર રવિરાજ કોમ્પ્લેક્ષમાં 6 અને વિજય પ્લોટના રામ ચેમ્બરના બે યુનિટ સીલ કરવામાં આવ્યા હતા. વોર્ડ નં.10ના રૈયા રોડ પર કાકા શોપીંગ સેન્ટરની ચાર દુકાનોને ટાંચ જપ્તી નોટીસ અને 3.44 લાખ રીકવરી, સત્ય સાંઇ રોડ પર કાકા કોપરમાં 1 ઓફિસને નોટીસ આપી 1.10ની રીકવરી કરાઇ હતી. વોર્ડ નં.14માં વેદવાડીમાં અનમોલ એપા.માં ટાંચ જપ્તી નોટીસ અપાતા 1.08 લાખની રીકવરી કરાઇ હતી તો આ જ વોર્ડમાં બાલકિશોર વિદ્યાલયને બાકી વેરા માટે ટાંચ જપ્તી નોટીસ આપવામાં આવી છે.
9 યુનિટને ટાંચ જપ્તી
વોર્ડ નં.13ના ઉમાકાંત પંડિત વિસ્તારમાં 9 યુનિટને ટાંચ જપ્તી, વોર્ડ નં.15ના સહજાનંદ ઇન્ડ.માં બે, વોર્ડ નં.16ના વિવેકાનંદનગરમાં 1, વોર્ડ નં.18ના અંશ એન્ટરપ્રાઇઝમાં જપ્તી અને વસુલાત, બાલાજી ઇન્ડ. અને વિરાણી અઘાટમાં નોટીસ અને રીકવરી તથા ધરમનગરના દેવ સિરામીકમાં રૂા. 1.06 લાખની રીકવરી કરવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.