તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરિવર્તન:16 નર્સરીનું સંચાલન મહિલાઓ કરી રહી છે, 2.25 લાખ રોપાઓ ઉછેરીને પગભર બની

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રીનમેન તરીકે ઓળખાતા યુવકે અત્યાર સુધી 5 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું

રાજકોટ જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ હેઠળ 16 મહિલા સંચાલિત નર્સરી કાર્યરત છે.જેમાં આખું વર્ષ બહેનોએ 2.25 લાખ રોપાઓ તૈયાર કર્યા છે. આ રોપાનું વેંચાણ કરી બહેનો પગભર બનશે. જ્યારે રાજકોટના ગ્રીન મેન તરીકે ઓળખાતા યુવાન સદભાવના વૃક્ષનું સંચાલન કરતા વિજયભાઈ ડોબરિયાએ અત્યાર સુધી 5 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે. મુંજકા નર્સરી સાથે સંકળાયેલા ભારતીબેન વાળા જણાવે છે કે, રોપાઓ તૈયાર થયા બાદ તેઓને ત્રણ હપ્તામાં રકમનું ચૂકવણું કરવામાં આવે છે. આ વર્ષે 25 હજાર રોપાઓનો ઉછેર કર્યો છે. તુલસી, પપૈયા, કરણ, બોગન, વેલ, કડવી મેંદી, કોનાકાર્પ્સ તૈયાર કર્યા છે.

ઘરદીઠ 1 વૃક્ષ અને આ વર્ષે 2 લાખ વૃક્ષના વાવેતરનો સંકલ્પ
સદભાવના વૃધ્ધાશ્રમના સંચાલક વિજયભાઈ ડોબરિયા જણાવે છે કે, આ ચોમાસામાં 2 લાખ વૃક્ષ વાવેતર કરવાનો અને તેનું જતન કરવાનો સંકલ્પ લીધો છે.જે કોઈને વૃક્ષારોપણ કરવું હશે તેના માટે ટીમ જે તે વ્યકિતના ઘર સુધી જશે. અત્યાર સુધી 5 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે અને વૃક્ષોને નિયમિત 70 ટ્રેકટર, ટેન્કર વડે પાણી પીવડવામાં આવે છે.અત્યારે એક ઘરદીઠ એક વૃક્ષ વાવેતરનો સંકલ્પ લેવામાં આવ્યો છે. અને તે માટે આખી ટીમ કામે લાગી છે.

પરિવર્તન | વૃક્ષારોપણ માટે રૂ. 3 લાખનું અનુદાન
કોરોના પછી લોકોમાં વૃક્ષારોપણ માટે જાગૃતિ આવી છે. કોઈ પોતાની જમીન આપે છે તો કોઈ અનુદાન આપે છે. બીજી લહેર બાદ અનેક લોકો તરફથી વૃક્ષારોપણ માટે અનુદાન મળ્યું છે. જેની રકમ રૂ. 3 લાખ સુધીની છે. અન્ય લોકો વૃક્ષારોપણ કરે તેનો ખર્ચ જે તે દાતાઓ ભોગવી લે છે.તેમ નવરંગ નેચર કલબના પ્રમુખ વી.ડી.બાલા જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...