તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
1. રાજકોટના કુવાડવા રોડ પર રીક્ષા પલ્ટી મારતા યુવાનનું મોત
બેસતા વર્ષના દિવસે એટલે કે આજે સોમવારે કુવાડવા પાસે છકડો રીક્ષા પલ્ટી ખાઈ જતા મવડી ચોકડી પાસે ગુલાબનગરમાં રહેતા મૂળ યુપીના અન્નપૂર્ણ ધર્મેન્દ્રગીરી ગોસ્વામીનું ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું. તેમજ પાંચ જેટલા લોકોને ઈજા પહોંચતા તમામને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકના બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. કુવાડવા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
2. રાજકોટના રૈયાધારમાં ફટાકડા ફોડવા મામલે મારામારી થતાં પાંચને ઈજા
રાજકોટના રૈયાધાર ઈન્દિરાનગરમાં ઘર પાસેથી ફટાકડા દૂર ફોડવાનું કહેતા મારામારી થતા પાંચને ઈજા થઈ હતી. યુનિવર્સિટી પોલીસે રૈયાધાર ઈન્દિરાનગર-11માં રહેતા અને ભંગારની ફેરી કરતા દિપક સોમાભાઈ સોલંકીની ફરિયાદ પરથી આ વિસ્તારના જ રાજુ કાળુભાઈ મકાવાણા, ભીખાભાઈ અને સાગર ભીખાભાઈ સામે ગુનો નોંધ્યો છે. દિપકે પાડોશી રાજુને ઘરથી દૂર ફટાકડા ફોડવાનું કહેતા તેણે ઝઘડો કરી હુમલો કરતા દિપક તેના ભાઈઓ, પુત્ર અને સાળાઓને ઈજા થઈ હતી.
3. જેતપુરના સુરજવાડી પાસે ફટાકડાને કારણે ઝુપડામાં આગ લાગી
જેતપુરના સુરજવાડી પાસે ફટાકડાને કારણે વાડીની બાજુમાં આવેલા ઝૂંપડામાં આગ લાગી હતી. આ આગમાં અંદર રહેતા પરિવારની તમામ ઘરવખરી બળીને નાશ પામી હતી. જેતપુર ફાયર ફાઈટરે તાત્કાલિક પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.
4. રાજ્યના અન્ન-પુરવઠા મંત્રી હકુભા જાડેજાએ જામનગરમાં દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળી પર્વની ઉજવણી કરી
રાજ્યના અન્ન-પુરવઠા મંક્ષી હકુભા જાડેજા દર વર્ષે દિવાળીની ઉજવણી દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા યથાવત રાખી દિવાળીનો પર્વ દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે ઉજવ્યો હતો. હકુભા જાડેજા પરિવાર સાથે જામનગરમાં આવેલા રણજીતસિંહ વૃદ્ધાશ્રમમાં પહોંચ્યા હતા. અહીં વડીલોને મીઠાઈ આપી ફટાકડા ફોડી દિવાળી ઉજવી હતી.
5. મોરબી નજીક ભડીયાદ પાસે ભંગારના ડેલામાં આગ લાગી
મોરબી નજીકના ભડીયાદ પાસે ભંગારના ડેલામાં આગ ફાટી નીકળી હતી. ફટાકડાનો તણખો પડવાથી ભંગારના ડેલામાં મોટી આગ લાગી હતી. જો કે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ મોટુ નુકસાન હોવાની ચર્ચા છે.
6. ગોંડલ અક્ષર મંદિરમાં અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો
ગોંડલમાં અક્ષર મંદિરે અન્નકૂટ દર્શનનો કાર્યક્રમ યોજાયો હતો. અન્નકૂટ દર્શનના કાર્યક્રમમાં ગોંડલના રાજવી પરિવારે અક્ષર મંદિરે દર્શન કરી લાભ લીધો હતો. દિવાળીના પર્વની ઉજવણી લોકો વિવિધ ધાર્મિક પુજા-અર્ચના સાથે કરી રહ્યાં છે. ત્યારે ગોંડલ અક્ષર મંદિરમાં પણ અન્નકૂટના દર્શન યોજાયા હતા. જેમાં ગોંડલના રાજવી પરિવારે દર્શનનો લાભ લીધો હતો.
પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.