રાજકોટમાં ગત શનિવારે કોરોનાના ત્રણ કેસ નોંધાયા બાદ મંગળવારે ફરી એક પોઝિટિવ કેસ નોંધાયો હતો. આથી એક્ટિવ કેસની સંખ્યા ફરી 4 થઈ છે. ત્યારબાદ આજસુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. શનિવારે રાજકોટમાં ત્રણ નવા દર્દી નોંધાવા સાથે બે દર્દી ડિસ્ચાર્જ પણ થયા હતા. એક દર્દી વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હતા. પરંતુ કોઇ પણ દર્દીને હોસ્પિટલમાં સારવાર લેવાની જરૂર રહી નથી. આજ સુધીમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો 63706 થયો છે. જે સામે કુલ 63203 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. કાલે રવિવારે શહેરમાં મેગા વેક્સિનેશન ડ્રાઇવમાં 16545 લોકોએ વેક્સિન લીધી હતી.
ગઈકાલે વેક્સિનેશન મેગા ડ્રાઇવ યોજાઇ હતી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે રવિવારે શહેરમાં યોજાયેલી કોરોના વેક્સિનેશન ડ્રાઇવમાં પ્રથમ ડોઝમાં 412, બીજા ડોઝમાં 9964 અને પ્રિકોશન (બુસ્ટર) ડોઝમાં 5778 લોકોએ વેક્સિન લીધી હતી. આમ ત્રણેય ડોઝમાં કુલ 16154 લોકોએ કોરોના સામેની રસી મુકાવી હતી. આ કામગીરી શહેરના 22 આરોગ્ય કેન્દ્ર પર કરવામાં આવી હતી.
1.44 લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી
રાજકોટ શહેરમાં મનપા દ્વારા આજે ખાસ વેક્સિનેશન ડ્રાઈવ યોજવામાં આવી છે. જેમાં કોરોનાથી બચવા માટેની વેક્સિન વધુમાં વધુ લોકો લે તેવો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 12 વર્ષથી વધુ વયના 1.44 લાખ લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લેવાનો બાકી છે તો 62,367ને પ્રિકોશન (બુસ્ટર) ડોઝ આપવાનો બાકી છે, જે માટે ખાસ વેક્સિનેશન ડ્રાઇવ યોજવામાં આવી છે.રાજકોટ શહેરમાં 60 વર્ષથી વધુ વયના 37,115, ફ્રન્ટલાઈન વોરીયર્સ 16,712 અને 8,540 હેલ્થ વર્કર્સને કોરોનાથી બચાવવા માટે પ્રિકોશન ડોઝ આપવાનો બાકી છે.
પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી
આજ રોજ સવારે 8 થી સાંજે 7 વાગ્યા સુધીમાં 50,000 ને વેક્સિન લગાવવી તેવો ટાર્ગેટ છે. હાલ સેકન્ડ ડોઝ અને પ્રીકોશન ડોઝ સહીત 2,06,367 ને વેક્સિન લેવાની બાકી છે. જે માટે હાલ મનપા કમિશ્નરના આદેશથી 150 કર્મીઓએ ફ્રન્ટ લાઈન વર્કર, હેલ્થ વર્કર અને 60 વર્ષથી વધુ વયના વેક્સિનમાં બાકી રહી ગયેલા લોકોને આજે પ્રિકોશન ડોઝ લઇ લેવા અપીલ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.