24 કલાકમાં 42 સંક્રમિત:એસએનકે અને આરકેસીના 4 વિદ્યાર્થી સહિત રાજકોટમાં 16ને કોરોના : દુબઈ અને તાન્ઝાનિયાથી આવેલા બે વ્યક્તિ પોઝિટિવ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના હવે રાજાની કુંવરીની જેમ વધી રહ્યો છે. રાજકોટ શહેરમાં એસએનકે અને આરકેસીના 4 વિદ્યાર્થી તેમજ દુબઈ અને તાન્ઝાનિયાથી આવેલા બે એનઆરઆઈ સહિત 16 વ્યક્તિને કોરોના હોવાનું સ્પષ્ટ થયું છે. એનઆરઆઈને ઓમિક્રોન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે અગાઉ દાખલ થયેલા 8 દર્દીના રિપોર્ટ કરવામાં આવતા તેઓના ફરીથી પોઝિટિવ આવ્યા છે. જ્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 12 કેસ નોંધાયા છે. સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં જામનગર- 4, જૂનાગઢ- 2, ગીર સોમનાથ- 4 અને અમરેલીમાં 4 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આમ સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં નવા 42 કેસ કોરોના પોઝિટિવ હોવાનું સ્પષ્ટ થયું છે.

રાજકોટ શહેરમાં રવિવારે એક સાથે 24 કેસ નોંધાયા છે. જ્યારે 13 લોકોને રજા આપવામાં આવી હતી. શહેરમાં છેલ્લા સાત મહિના બાદ 24 કેસ નોંધાયા. છેલ્લે 11 જૂનના રોજ 24 કેસ નોંધાયા હતા. ત્યારબાદ કેસમાં ઘટાડો થતો ગયો હતો. જિલ્લામાં નવેમ્બરથી કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 36 નવા કેસ નોંધાયા છે. જ્યારે 13 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, તો જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 114 પર પહોંચી ગઈ છે. શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. ગઈકાલે 25 ડિસેમ્બરે 22 કેસ નોંધાયા હતા.

રાજકોટ જિલ્લામાં કુલ 114 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં શહેરમાં 76 અને જિલ્લામાં 38 એક્ટિવ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ઓમિક્રોનના 2 એક્ટિવ કેસ નોંધાયા છે. આ બંને દર્દી સિવિલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. ડોમેસ્ટિક તેમજ ઇન્ટરનેશનલ ટ્રાવેલિંગ કરી પરત આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે અને સામાન્ય લક્ષણ જણાતા લોકો પણ સાવચેત બની કોરોના ટેસ્ટ કરાવવા લેબોરેટરી ખાતે પહોંચી રહ્યા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ 43012 સંક્રમિત નોંધાયા છે. ગ્રામ્યમાં 38 દર્દી સારવાર હેઠળ જેમાંથી 30 હોમ આઇસોલેટ છે અને 8 દર્દી હોસ્પિટલમાં દાખલ છે. અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસ 14981 થયા છે.

શહેરમાં નોંધાયેલા 24 કેસમાંથી 4 વિદ્યાર્થી પોઝિટિવ છે. જેમાં ત્રણ વિદ્યાર્થી એસએનકે શાળા અને એક વિદ્યાર્થી આરકેસી શાળામાં અભ્યાસ કરે છે. એસએનકે શાળામાં અભ્યાસ કરતા ત્રણેય વિદ્યાર્થીની ટ્રાવેલ હિસ્ટ્રી ચોપટાની છે. જ્યારે આરકેસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી સહિત પરિવારના અન્ય બે સભ્ય પોઝિટિવ છે.

તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. આમ શહેરમાં નોંધાયેલા 24 કેસમાંથી 4 વિદ્યાર્થી, 12 લોકો 18 વર્ષથી મોટા છે. એરપોર્ટ રોડ પર રહેતા 27 વર્ષીય મહિલા પોઝિટિવ નોંધાઈ છે. તેની ટ્રાવેલ હિસ્ટ્રી સાઉથ આફ્રિકાની તાન્ઝાનિયા છે. હાલ તો તેમને રાજકોટની પીડીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. સંતકબીર રોડ વિસ્તારમાં રહેતા 47 વર્ષીય પુરુષ સંક્રમિત થયા. તેમની ટ્રાવેલ હિસ્ટ્રી દુબઈની છે.

અન્ય સમાચારો પણ છે...