શિક્ષણ:યુનિવર્સિટીના 15805 વિદ્યાર્થીના પ્રશ્નપત્ર ઈ-મેલથી, 26294ના રૂબરૂ પેપર મોકલાશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 9મીથી 42099 વિદ્યાર્થીની પરીક્ષા; કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં QPDS સિસ્ટમ લાગુ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 9 નવેમ્બરથી જુદા જુદા 20 કોર્સની પરીક્ષા લેવાનાર છે ત્યારે અગાઉની પરીક્ષામાં પેપર લીકની ઘટનાને પગલે આ પરીક્ષામાં QPDS (ક્વેશ્ચન પેપર ડિલિવરી સિસ્ટમ) લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી અને તેને અમલી કરવા પણ તૈયારીઓ ચાલી રહી છે. પરંતુ યુનિવર્સિટીની 9મીથી શરૂ થતી પરીક્ષામાં કોમર્સ સિવાયની ફેકલ્ટીમાં જ QPDS સિસ્ટમ લાગુ કરવા પ્રાથમિક ધોરણે તૈયારી ચાલી રહી છે.

કારણ કે કોમર્સના કેટલાક પેપરના પેજ વધુ માત્રામાં હોવાથી જે-તે પરીક્ષા કેન્દ્ર પર ઓછા સમયમાં પ્રિન્ટ કાઢવી શક્ય નહીં હોવાને કારણે કોમર્સના પેપર યુનિવર્સિટી રૂબરૂ મોકલશે.9 નવેમ્બરથી યુનિવર્સિટીના 42099 વિદ્યાર્થીની પરીક્ષા શરૂ થવાની છે જેમાં સૌથી વધુ 62% એટલે કે 26,294 વિદ્યાર્થી કોમર્સ ફેકલ્ટીના છે. જેમાં બી.કોમ. સેમેસ્ટર-3ના રેગ્યુલરના 21,759 વિદ્યાર્થીઓ અને એક્સટર્નલના 1012, એમ.કોમ સેમેસ્ટર-3ના રેગ્યુલરના 1194 વિદ્યાર્થી અને એક્સટર્નલના 2329 વિદ્યાર્થી નોંધાયેલા છે. આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ પેપર મોકલવામાં આવશે.

આ ઉપરાંત બીએસસી સેમેસ્ટર-3, બીબીએ સેમેસ્ટર-3, બીપીએ, બીએસસી આઈટી, બીએ, એમએ, એમબીએ, એલએલએમ સેમેસ્ટર-3ના પેપર જે-તે પરીક્ષા કેન્દ્રો ઉપર ઈ-મેલ મારફત એક કલાક પહેલાં જ મોકલાશે. ઉલ્લેખનીય છે કે, કોમર્સ ફેકલ્ટીના કેટલાક વિષયોના પેપર પ્રમાણમાં વધુ પેજના હોવાને કારણે તેના પ્રશ્નપત્ર જે-તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ જ મોકલવામાં આવશે. અગાઉ પેપરલીકની ઘટના બાદ યુનિવર્સિટી પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ પેપર પણ એક કલાક પહેલાં મોકલશે.

પેપર સુરક્ષિત રીતે પહોંચાડવા યુનિવર્સિટી માટે મોટો પડકાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તાજેતરમાં જ બે કોર્સના પેપર લીક થયાની હજુ તપાસ પૂર્ણ થઇ નથી, કઈ કોલેજમાંથી પેપર લીક થયું તેનો પર્દાફાશ થયો નથી ત્યાં આગામી તારીખ 9 નવેમ્બરથી શરૂ થતી યુનિવર્સિટીના 42,099 વિદ્યાર્થીની પરીક્ષામાં પેપર સુરક્ષિત રીતે પહોંચાડવા યુનિવર્સિટી માટે મોટો પડકાર છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના જુદા જુદા 110 કેન્દ્ર ઉપર બી.કોમ, બીસીએ, બીએસસી સહિતના જુદા જુદા કોર્સની ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા લેવાનાર છે. કુલ 42,099 વિદ્યાર્થી પરીક્ષા આપવાના છે.

અન્ય સમાચારો પણ છે...