એક એક મતની કિંમત:રાજકોટ જિલ્લાની 8 બેઠક પર 15,672 દિવ્યાંગ અને 2137 VIP મતદારો, ચૂંટણીની પ્રક્રિયામાં ભાગીદાર બનવા કલેક્ટરની અપીલ

રાજકોટ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુની ફાઈલ તસવીર.

રાજકોટ જિલ્લામાં હાલ 15672 દિવ્યાંગ મતદારો છે. જ્યારે 2137 જેટલા VIP મતદારો નોંધાયેલા છે, તેમ જિલ્લા ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુની યાદીમાં જણાવાયું છે. ‘નો વન લેફ્ટ બિહાઇન્ડ’ (મતદાનમાંથી કોઈ બાકાત ના રહેવું જોઈએ)ના સૂત્ર સાથે જિલ્લા ચૂંટણી અધિકારીએ દિવ્યાંગ સહિતના તમામ મતદારોને ચૂંટણી પ્રક્રિયામાં પોતાની ભાગીદારી નોંધાવવા અપીલ કરી છે.

8 બેઠક પર દિવ્યાંગ અને VIP મતદારની કેટલી સંખ્યા

  • રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારમાં 2132 દિવ્યાંગ તથા 70 VIP મતદારો
  • રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં 1358 દિવ્યાંગ તથા 161 VIP મતદારો
  • રાજકોટ દક્ષિણ વિધાનસભા ક્ષેત્રમાં 1430 દિવ્યાંગ તથા 47 VIP મતદારો
  • રાજકોટ ગ્રામ્ય મતક્ષેત્રમાં 2194 દિવ્યાંગ તથા 446 VIP મતદારો
  • જસદણ મતક્ષેત્રમાં 2358 દિવ્યાંગ તથા 245 VIP મતદારો
  • ગોંડલ મતક્ષેત્રમાં 1733 દિવ્યાંગ તથા 402 VIP મતદારો
  • જેતપુર મતક્ષેત્રમાં 2385 દિવ્યાંગ તથા 426 VIP મતદારો
  • ધોરાજી મતક્ષેત્રમાં 2082 દિવ્યાંગ તથા 340 VIP મતદારો

VIP મતદારોમાં કોનો કોનો સમાવેશ
VIP મતદારોમાં જે તે વિધાનસભા વિસ્તારમાં રહેતા મહાનુભાવો જેમ કે, સંસદ સભ્યો, ધારાસભ્યો (વર્તમાન તથા ભૂતપૂર્વ) મેયર, રાજકીય પદાધિકારીઓ, આઈએએસ-આઈપીએસ, ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓ, ન્યાયતંત્રના ન્યાયાધીશો, ખેલજગતના ખેલાડીઓ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...