વાવેતર:કપાસનું 15.42 લાખ, મગફળીનું 12.18 લાખ હેક્ટરમાં વાવેતર !

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સૌરાષ્ટ્રમાં 30.92 લાખ હેક્ટરમાં વાવેતર પૂર્ણ, વરાપનો ઇંતજાર

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં મેઘમહેર વચ્ચે વાવણીનું ચિત્ર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. સૌરાષ્ટ્રમાં 30,92,100 હેક્ટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે ત્યારે સૌથી વધુ વાવેતર 15.42 લાખ હેક્ટરમાં કપાસનું અને ત્યાર બાદ દ્વિતીય ક્રમે 12.18 લાખ હેક્ટરમાં મગફળીનું થયું છે. સમગ્ર રાજ્યમાં આ સાલ કપાસનું વાવેતર 11 ટકા વધ્યું છે તો મગફળીનું વાવેતર 7.41 ટકા ઘટ્યું છે.

ખેડૂતો આ વરસાદને ખૂબ જ ફાયદાકારક ગણાવી રહ્યા છે. ખેતીવાડી વિભાગની વિગતો મુજબ રાજકોટ જિલ્લામાં 4.62 લાખ, જામનગરમાં 3.03 લાખ, મોરબીમાં 2.14 લાખ, સુરેન્દ્રનગમાં 3.50 લાખ, પોરબંદરમાં 91,600, જૂનાગઢમાં 3.12 લાખ, અમરેલીમાં 5.19 લાખ, ભાવનગરમાં 3.53 લાખ, બોટાદમાં 1.69 લાખ, ગીર સોમનાથમાં 1.44 લાખ અને દેવભૂમિ દ્વારકામાં 1.71 લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. કપાસનું 15,42,700 હેક્ટર અને મગફળીનું 12,18,600 હેક્ટરમાં વાવેતર થયું છે.

સૌરાષ્ટ્રમાં કપાસ-મગફળીનું વાવેતર
જિલ્લોકપાસમગફળી
રાજકોટ2,10,6002,21,800
સુરેન્દ્રનગર2,86,60019,600
જામનગર1,43,5001,43,800
પોરબંદર8,00069,200
જૂનાગઢ47,7002,05,300
અમરેલી3,41,8001,42,300
ભાવનગર2,00,70098,300
મોરબી1,35,50063,600
બોટાદ1,41,00010,400
ગીર સોમનાથ18,90085,700
દેવભૂમિ દ્વારકા8,4001,58,500
કુલ15,42,70012,18,600
(વાવેતરના આંકડા હેક્ટરમાં)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...