આરોગ્યના દરોડા:રાજકોટમાં પરેશ પ્રોવિઝનમાંથી વાસી ઓર્ગેનિક તેલનો 152 લિટર જથ્થો જપ્ત, 4 ધંધાર્થીને લાયસન્સ બાબતે નોટિસ ફટકારાઇ

રાજકો25 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાસી ઓર્ગેનિક તેલનો જથ્થો મળી આવ્યો - Divya Bhaskar
વાસી ઓર્ગેનિક તેલનો જથ્થો મળી આવ્યો

રાજકોટમાં શહેરીજનોના આરોગ્યને નુકસાન કરતા ખાદ્યપદાર્થ અને ચીજવસ્તુઓના વેંચાણની ઉઠતી ફરિયાદના પગલે મહાપાલિકા દ્વારા ચેકિંગની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં મિલપરા વિસ્તારમાં આવેલ પરેશ પ્રોવિઝનમાંથી વાસી ઓર્ગેનિક તેલનો 152 લિટર જથ્થો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 35 જેટલી ડેરીઓ અને પેઢીઓમાં તપાસ કરતા 4 ધંધાર્થીઓ લાયસન્સ વગર વેપાર કરતા ઝડપાતા ટેન્ટ નોટિસ ફટકારવામાં આવી હતી.

8 માસથી વાસી તેલનું વેચાણ થતું હતું
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા શહેરના મિલપરા મેઇન રોડ, લક્ષ્મીવાડી -16 કોર્નર પર આવેલ પરેશ પ્રોવિઝન સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને જ્યાં દુકાનના માલિક પરેશભાઈ ચીમનલાલ ભાયાણી દ્વારા મગફળીનું આર્ગેનીક તેલ તા. 08/01/2021 નું લેબલ ધરાવતો કુલ 156 નંગ બોટલનો જથ્થો વેંચાણ માટે સંગ્રહ કરેલો હતી. જેની ચકાસણી કરતા આ આર્ગેનીક તેલની 8 માસ પૂર્વે જ એક્સપાયરી ડેટ વીતી ગઇ હોય તેમ છતાં પણ પરેશભાઈ દ્વારા તેલનું વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગ દ્વારા 152 લિટર ખાદ્ય તેલનો જથ્થો સ્થળ પર સીલ કરી સીઝ કરવામાં આવ્યો હતો.

આ સ્થળો પર નોટિસ ફટકારવામાં આવી
ફૂડ વિભાગની ટીમ દ્વારા પવિત્ર ગણેશ ચતુર્થીના તહેવારોને અનુલક્ષીને ભક્તિનગર સર્કલ, સોરઠિયાવાડી સર્કલ, 80 ફૂટ રોડ વિસ્તાર તથા પરા બજાર પર આવેલ મીઠાઇ, મોદકનું વેચાણ કરતા ધંધાર્થિઓને ત્યાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ મોરબી રોડ વિસ્તારમાં સોમનાથ ડેરી ફાર્મ, ભેરુનાથ નમકીનવાલા, દ્વારકાધીશ પાન અને, શિવ બેકર્સ જનરલ સ્ટોરને લાઇસન્સ બાબતે નોટિસ ફટકારવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...