તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શહેરના 15,000 લોકોને ત્રણ દિવસ સુધી રસી અપાશે નહીં

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 45થી મોટી વયના 5000 નાગરિકોને દરરોજ રસી અપાતી હતી

આગામી 3 દિવસ સુધી 45 કરતા વધુ ઉંમરના લોકોને રસીનો માત્ર પ્રથમ ડોઝ જ નહિ પણ બીજો ડોઝ પણ નહિ અપાય નહીં તેવી જાહેરાતથી રાજકોટમાં 15000 લોકો રસીવિહોણા રહેશે. રાજકોટ શહેરમાં 45 કરતા વધુ ઉંમરના વયજૂથમાં દરરોજ 5થી 7 હજાર લોકો રસીના ડોઝ લ્યે છે જેમાં પ્રથમ અને બીજો બંને ડોઝ સમાવિષ્ટ છે. છેલ્લા ઘણા સમયથી ડોઝની સંખ્યા મર્યાદિત કરી દેવાથી આ સંખ્યા ઘટી છે પહેલા દરરોજ 10,000ની માત્રામાં રસી અપાતી હતી.

હવે આ ત્રણ દિવસ સાવ રસીકરણ બંધ કરી દેવાતા સરેરાશ 5 હજાર ગણાય તો પણ 15000 લોકોને રસી આપવામાં નહીં આવે. માત્ર સ્પોટ રજિસ્ટ્રેશન જ નહિ પણ જે આ વયજૂથમાં હોય અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરીને એપોઈન્ટમેન્ટ મેળવી હોય તેમને પણ રસી નહિ અપાય. જોકે 18થી 44 વર્ષ સુધીનાને ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ રસી આપવાની કામગીરી ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે. ગુરુવારે એક દિવસમાં 18થી 44 વર્ષમાં 4704ને જ્યારે 45 પ્લસ વયજૂથમાં 5229 લોકોએ રસીના ડોઝ લેતા કુલ 9933ને રસી અપાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...