• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 1500 Oxygen Beds And 500 ICU Beds, Available With Ventilators In 10 Private Hospitals Including Civil In Rajkot: IMA President

ત્રીજી લહેર માટે તંત્ર તૈયાર:રાજકોટની ખાનગી હોસ્પિટલોમાં 1500 ઓક્સિજન બેડ અને 500 ICU બેડ, વેન્ટીલેટર સાથે અવેલેબલ: IMA પ્રમુખ

રાજકોટ13 દિવસ પહેલા
  • બાળકો માટે ઓક્સિજનવાળા જ 250-300 બેડ અને આઇસીયું વાળા 50 બેડની ખાસ વ્યવસ્થા
  • જરૂર પડ્યે બીજી લહેરની જેમ હોટલો અને મોલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી

રાજકોટમાં કલેક્ટર સાથે બેઠક બાદ ત્રીજી લહેર અંગે કરવામાં આવેલી તૈયારીઓ અંગે રાજકોટ શહેર IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જાણકારી આપી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, હાલ 500 જેટલા આઇસીયું બેડ વેન્ટીલેટર સાથે અવેલેબલ છે. તેમજ 1500 જેટલા ઑક્સિજન બેડ ઉપરાંત જરૂર પડ્યે બીજી લહેરની જેમ હોટલો અને મોલમાં પણ બેડ ઉપલબ્ધ કરાવવાની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. શહેરમાં સિવિલ સહિત કુલ 10 જેટલી હોસ્પિટલ કોરોનાની સારવાર માટે હાલ સંપૂર્ણપણે તૈયાર છે.

IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી
IMA પ્રમુખ ડો. પ્રફુલ કમાણી

ઓક્સિજનની ખાસ જરૂર પડવાની શક્યતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ત્રીજી લહેરમાં સૌથી વધુ ખતરો બાળકોને છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા બાળકો માટે ઑક્સિજનવાળા જ 250-300 બેડ અને આઇસીયું વાળા 50 બેડની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઑક્સિજનની વ્યવસ્થા અંગે જણાવતા તેમણે કહ્યું હતું કે, હાલ શહેરની મોટી હોસ્પિટલો પાસે પોતાના પ્લાન્ટ છે. તેમજ ઑક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ પણ છે. જો કે આ વાયરસ માટે ઓક્સિજનની ખાસ જરૂર પડવાની શક્યતાઓ ઘણી ઓછી છે.

સ૨કા૨ી હોસ્પિટલોમાં 630 જેટલા વેન્ટિલેટ૨ તેમજ પૂ૨તી દવાઓ અને ઈન્જેકશનોનો સ્ટોક ઉપલબ્ધ છે
સ૨કા૨ી હોસ્પિટલોમાં 630 જેટલા વેન્ટિલેટ૨ તેમજ પૂ૨તી દવાઓ અને ઈન્જેકશનોનો સ્ટોક ઉપલબ્ધ છે

50 ધન્વંત૨ી ૨થ દોડાવવામાં આવી ૨હયા છે
કો૨ોનાની ત્રીજી લહે૨માં ગત વર્ષની બિહામણી પરિસ્થિતિનું પુન૨ાવર્તન ન થાય તે માટે જિલ્લા કલેકટ૨ તંત્ર દ્વા૨ા ધડાધડ આગોત૨ા પગલા લેવાનું શરૂ ક૨ાયેલ છે. આ અંગે કલેકટ૨ અરૂણ મહેશબાબુએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કો૨ોનાની દર્દીઓની સા૨વા૨ માટે 50.6 મેટ્રીક ટન ઓક્સિજન અને ઓક્સિજનના 24 પ્લાન્ટ સ્ટેન્ડ-ટુ ૨ાખવામાં આવેલ છે. આ ઉપ૨ાંત સ૨કા૨ી હોસ્પિટલોમાં 630 જેટલા વેન્ટિલેટ૨ તેમજ પૂ૨તી દવાઓ અને ઈન્જેકશનોનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમજ ડઝન જેટલી 104ની સેવા અને 50 ધન્વંત૨ી ૨થ દોડાવવામાં આવી ૨હયા છે. 108ની એમ્બ્યુલન્સની સેવાઓ પણ પૂ૨તી છે જરૂ૨ પડયે હાઈવે ઉપ૨ જે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ-ટુ ૨ાખવામાં આવી છે. તેની સેવાઓ પણ લેવામાં આવશે

કેન્સર હોસ્પિટલ દર્દીઓ માટે અનામત
કેસની સંખ્યા જે ઝડપથી વધી રહી છે તેને ધ્યાનમાં રાખીને પદ્મ કુંવરબા હોસ્પિટલ સિવાયની રાજકોટની અન્ય તમામ સરકારી હોસ્પિટલો જેમકે સિવિલ હોસ્પિટલ સમરસ હોસ્ટેલ કેન્સર હોસ્પિટલ વગેરે માત્ર કોરોના દર્દીઓ માટે અનામત રાખવામાં આવશે.

કલેક્ટર કચેરીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.
કલેક્ટર કચેરીમાં કોરોનાની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ હતી.

ચા–પાનના ધંધાર્થીઓ પર નવેસરથી તવાઈ
સૂત્રોના જણાવ્યા મુજબ આગામી સાહથી જ ચા–પાનના ધંધાર્થીઓ પર નવેસરથી તવાઈ આવી પડે તેવી શકયતા છે. પ્રારંભિક તબક્કામાં 'ટેક અવે' સિસ્ટમ દાખલ કરાશે અને ત્યાર પછી જો પરિસ્થિતિ વધુ વકરશે તો ધંધા બધં કરવા સહિતની સૂચનાઓ આપવામાં આવશે. ચાના ગલ્લાવાળાઓને પણ આવી સૂચનામાં આવરી લેવામાં આવશે અને ટોળા એકત્ર ન થાય તે માટે જે તે દુકાનદારને જ જવાબદાર ગણવામાં આવશે.

દવા લેવા આવનારની તમામ વિગતો રાખવી પડશે
રાજકોટ જિલ્લા કલેકટર આવતીકાલે ફાર્માસિસ્ટ એસોસિયેશન સાથે મીટીંગ કરવાના છે અને તેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જો કોઈ વ્યકિત તાવ, શરદી કે ઉધરસની દવા લેવા માટે આવે તો તેના નામ સરનામા ઉંમર મોબાઈલ નંબર સહિતની તમામ વિગતો લેવા માટેની સુચના આપવામાં આવશે અને આ તમામ વિગતો તેમણે સરકારી તંત્રને આપવી પડશે.

કલેકટર કચેરીમાં વોર રૂમ ઊભો કરાશે
જિલ્લા કલેકટર અણ મહેશ બાબુ એ જણાવ્યું હતું કે કલેકટર કચેરીમાં વોર રૂમ ઉભો કરવામાં આવશે. આ ઉપરાંત કોરોના માટે ખાસ પોર્ટલ તૈયાર કરવામાં આવ્યું છે અને તેમાં કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી છે તેની વિગતો ઉપલબ્ધ કરાવાશે.

અન્ય સમાચારો પણ છે...