તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જામનગર-મોરબી STની 150 ટ્રિપ હવે માધાપરથી મળી જશે

રાજકોટ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જામનગર રોડ આસપાસ રહેતા લોકોને બસપોર્ટ નહીં જવું પડે

મુસાફરોને સરળતા રહે તે માટે રાજકોટમાં માધાપર ચોકડી નજીક કામચલાઉ બસ સ્ટેન્ડ શરૂ કરવામાં આવ્યું છે. જ્યાં હાલ પ્રાથમિક સુવિધા જ ઉપલબ્ધ છે. આ બસ સ્ટેન્ડ બન્યાના બે માસ બાદ હવે મુસાફરોની મુશ્કેલીમાં ઘટાડો થવા જઈ રહ્યો છે. માધાપર બસ સ્ટેન્ડથી હવે જામનગર અને મોરબીની 150 ટ્રિપ ઉપડશે. જેને કારણે હવે માધાપર અને આજુબાજના ગ્રામ્ય પંથકમાં રહેતા મુસાફરોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

માધાપર બસ સ્ટેન્ડ માટે ફાળવાયેલી બસ સોમવારથી ઉપડશે. સવારે 6.00 કલાકેથી લઇને રાત્રીના 8.30 સુધી જામનગર, પડધરી, ધ્રોલ, ખંભાળિયા, દ્વારકા તાલુકાના તમામ રૂટની લોકલ, એક્સપ્રેસ બસ હવે માધાપર ચોકડીએથી મળી રહેશે. જોકે આ બસ ઢેબર રોડ ખાતે સ્થિત બસપોર્ટ પરથી પણ મળી જશે. જ્યારે 7 એપ્રિલ બુધવારથી મોરબી રૂટની તમામ બસ માધાપર બસ સ્ટેન્ડેથી મળશે. પરિણામે રોજે રોજ અપડાઉન કરતા આ વિસ્તારના લોકોને ઢેબર રોડ સુધી લાંબા થવું નહીં પડે.

જોકે જ્યારે આ બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું ત્યારે મોરબી, પોરબંદર, જૂનાગઢ, જામનગર રૂટની બસ ફાળવવામાં આવી હતી, પરંતુ તે નિયમિત નહિ મળતા તેઓને હેરાનગતિ થતી હતી અને ત્યારે બેઠક વ્યવસ્થા પણ નહીં હોવાથી મુસાફરોને કલાકો સુધી જામનગર રોડ પર આવેલા પિકઅપ સ્ટેન્ડ પર ઊભા રહેવું પડતું હતું. હવે જ્યારે માધાપર ખાતે હવે બસ અને પ્રાથમિક સુવિધા મળી રહેવાથી મુસાફરોની મુશ્કેલીમાં ઘટાડો થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો