ભાસ્કર એક્સક્લુઝિવ:રાજકોટમાં દર વર્ષે હાથથી 150 ટન પ્લેન ગોલ્ડ ઘરેણાં બને છે, CFC શરૂ થતા હવે દાગીનો 7 દી’માં બની જશે

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દેશનું સૌ પ્રથમ સેન્ટર કાર્યરત - દાગીના બનાવવા સીએનસી, વીએમસી ટેક્નોલોજીનો ઉપયોગ

રાજકોટ શહેર સોના-ચાંદી માટેનું હબ ગણાય છે. દેશભરમાં જે સોના-ચાંદીમાં જે કુલ વેપાર થાય છે તેમાં 20 ટકાથી વધુ હિસ્સો એકલા માત્ર રાજકોટનો છે. રાજકોટમાં સોનાના દાગીનાની જે ડિઝાઇન બને છે. તે પૂરા વિશ્વભરમાં જાણીતી છે. એક અંદાજ મુજબ રાજકોટમાં પ્લેન ગોલ્ડ ઘરેણાં દર વર્ષે 150 ટન બને છે. તેવામાં હવે દેશનું સૌ પ્રથમ કોમન ફેસિલિટી સેન્ટર રાજકોટમાં શરૂ થશે. જેને કારણે હવે દાગીના બનાવવાની કામગીરી ઝડપી બનશે.

કોમન ફેસિલિટી સેન્ટર શરૂ થતા હવે આખે આખો દાગીનો 7 દિવસમાં બની જશે જેને બનતા પહેલા 20થી 25 દિવસ લાગતા હતા. આ સિવાય કોમન ફેસિલિટી સેન્ટરમાં સોની વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી, કારીગરોને, કર્મચારીઓને તાલીમનો પણ લાભ મળી શકશે. તેમજ દાગીના બનાવવા માટે સીએનસી, વીએમસી સહિતની ટેક્નોલોજીનો ઉપયોગ થશે.

કોમન ફેસિલિટી સેન્ટર શરૂ થતા આ ફાયદો, સુવિધા થશે

  • માલની ગુણવત્તા, ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે
  • ડિઝાઈન પહેલા કરતા વધુ આકર્ષક બનશે અને સુધારો થશે
  • ઘરેણાંનું ઉત્પાદન વધશે તેથી અહીંથી થતી નિકાસનું પ્રમાણ વધશે
  • સૌરાષ્ટ્રભરના સોની વેપારીઓને ઘરઆંગણે જ સુવિધા મળી રહેશે.

કામગીરી વધવાથી રોજગારીમાં પણ ફાયદો થશે
હાલમાં નાની-મધ્યમ જ્વેલરી વર્કશોપના માધ્યમથી બનાવવામાં આવે છે. તેની સાથે ડાઈમેકિંગ, કેડ સર્વિસ પ્રોવાઇડર, ગોલ્ડ રિફાઈનિંગ વગેરેના વ્યવસાયથી પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી મળી રહે છે. કોમન ફેસિલિટીમાં કામગીરી વધવાથી મળતી રોજગારીમાં પણ વધારો થશે. પહેલા અમુક દાગીના તૈયાર કરવા માટે તેની કેટલીક પ્રક્રિયા પૂરી કરવા માટે મુંબઈ સુધી જવું પડતું હતું તેના બદલે હવે ઘરઆંગણે જ આખો દાગીનો તૈયાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...