તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 150 Sisters Stopped Shopping In Malls, Shops, Started Shopping In Women run Housing Industry And Made Each Other Self reliant

નવી પહેલ:150 બહેનોએ મોલ, દુકાનમાંથી ખરીદી બંધ કરી, મહિલા સંચાલિત ગૃહ ઉદ્યોગમાંથી ખરીદી શરૂ કરીને એકબીજાને સ્વનિર્ભર બનાવી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • કોરોનાને કારણે આર્થિક સંકટમાં પરિવારને મદદરૂપ બનવા માટે બહેનો આગળ આવી

કોરોનાને કારણે ઊભા થયેલા આર્થિક સંકટમાં પરિવારને મદદરૂપ બનવા માટે ઘણી બહેનો આગળ આવી છે.આવી બહેનોને પ્રોત્સાહન મળે અને આર્થિક રીતે તેઓ પગભર બને તે માટે રાજકોટની 150 બહેનોએ સ્તુત્ય નિર્ણય લીધો છે.જે અંતર્ગત તેઓએ મોલ,દુકાનમાંથી અને ઓનલાઈન ખરીદી બંધ કરી છે અને બહેનો સંચાલિત ગૃહઉદ્યોગમાંથી ખરીદી કરીને સ્વનિર્ભર બનાવવામાં ભાગીદાર બની છે. બહેનોએ જે પોતાનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો છે. તેમાં ખાખરા, થેપલા, હોમમેડ ચોકલેટ, ફરસાણ,મુખવાસ,ભરત ગૂંથણ, માચી વર્ક બનાવવાનો સમાવેશ થાય છે. તો કોઈ બહેનો ઈમિટેશન જ્વેલરી, ડ્રાયફ્રૂટ, ડ્રેસ મટિરિયલ્સ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજવસ્તુનું વેચાણ કરે છે.

એકબીજાને આર્થિક રીતે ટેકો પણ કર્યો
આ બધી એવી બહેનો છે કે જેઓ મધ્યમ વર્ગમાંથી આવે છે. લોકડાઉનમાં કોઈના ભાઈ, પતિની નોકરી ચાલી ગઈ, આવક બંધ થતા પરિવારની બચત વાપરવી પડી.ધીમે ધીમે ઘરનું ગુજરાન ચલાવવું એક તબક્કે મુશ્કેલ બન્યું. આવી પરિસ્થિતિમાં બધી બહેનો પોતાની સમસ્યા એકબીજાને જણાવી. શરૂઆતમાં તો એકબીજાને હિંમત આપી પોતાની રીતે બનતી નાની મોટી આર્થિક મદદ પણ કરતા હતા. અાવા સમયે બહેનોએ વિચાર કર્યો કે, આ રીતે મદદ લાંબો સમય સુધી મળી ન શકે અને સમસ્યાના હલ માટે આત્મનિર્ભર બનવાનું નક્કી કર્યું. શરૂઆતમાં 20 બહેનોએ શરૂઆત કરી. ત્યારબાદ ધીમે ધીમે અન્ય બહેનો જોડાતી ગઈ અને બહેનોનું આખું ગ્રૂપ બની ગયું. જેને સ્વનિર્ભર નામ આપવામાં આવ્યું છે.

સ્વનિર્ભરની શરૂઆત મેં જ કરી અને હું ખુદ ડ્રાયફ્રૂટનું સેલિંગ કરી રહી છું
હું એક સામાજિક સેવક તરીકે કાર્ય કરું છું. લોકડાઉનમાં આર્થિક ખેંચ પડતા બહેનોના રોજ ફોન આવતા હતા. બહેનોની સમસ્યાનું નિરાકરણ આવે તે માટે આ પ્રકારની પહેલ શરૂ કરી.અન્ય બહેનો નાનપ ન અનુભવે તે માટે હું ખુદ પણ જોડાઈ છું. હું ખુદ ડ્રાયફ્રૂટનું સેલિંગ કરી રહી છું. આ સ્વનિર્ભર ગ્રૂપમાં અલગ અલગ ક્ષેત્રનો વેપાર કરતી બહેનો જોડાઈ છે.મેં ખુદ ડ્રાયફ્રૂટનું સેલિંગ શરૂ કર્યું છે.આ રીતે કામગીરી શરૂ કરવાથી થોડી ઘણી આવક થાય છે.જેની મદદથી પરિવારને મદદરૂપ બની શકાય છે.> નિલમબેન ભટ્ટ, સામાજિક કાર્યકર

અન્ય સમાચારો પણ છે...