ભાવ વધારાની અસર:રાજકોટમાં 150 દુકાનદારે લીંબુ સોડા- શરબત વેચવાનું બંધ કરી દીધું, વેપારીઓએ વેપાર કરવાનું ટાળ્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લીંબુના વધતા જતા ભાવને કારણે લેવાલી ઓછી હોવાથી વેપારીઓ પણ જથ્થાબંધ માલ મગાવવાને બદલે જરૂર પૂરતો જ મગાવે છે. કારણ કે ખરીદનાર ઓછા છે અને લીંબુ જો લાંબા સમય સુધી રાખવા પડે તો તે બગડી જાય. આમ બંને બાજુથી નુકસાન સહન કરવું પડે. લીંબુના ભાવ વધારાના કારણે રાજકોટમાં નાના-મોટા મળી 150 થી વધુ ધંધાર્થીઓએ લીંબુ સોડા અને શરબતનું વેચાણ કરવાનું બંધ કરી દીધું છે. અનેક ધંધાર્થીઓએ લીંબુના બદલે લીંબુના ફૂલનો વપરાશ શરૂ કરી દીધો છે, તો નમકીન કંપનીઓએ પેકિંગમાં મળતા નાસ્તાના વજનનું પ્રમાણ ઘટાડી દીધું છે. તો બીજી બાજુ બહેનોએ કહ્યું કે, હવે દરેક બાબતમાં કરકસર કરવી પડે છે.

ગૃહિણી રેખાબેન બરવાડિયાએ જણાવ્યું કે, તેમને દરેક બાબતમાં કરકસર કરવી પડે છે. સૌથી વધુ બજેટ શાકભાજીના ભાવ વધ્યા તેમાં વિખેરાયા છે. અગાઉ જ્યારે ઉનાળામાં શાકભાજીના ભાવ વધે ત્યારે કઠોળનો ઉપયોગ કરાતો હતો, પરંતુ અત્યારે તો કઠોળના ભાવ પણ પોષાય એમ નથી. આમ, શાકભાજીથી લઇને જીવનજરૂરિયાત ચીજવસ્તુના ભાવવધારાએ દરેક લોકોના બજેટ વિખેર્યા છે. તેમ ગૃહિણી ભાવનાબેન માકડિયા જણાવે છે. હાલ લીંબુના સ્થાને ખટાસમાં કેરી અથવા તો આંબલીનો ઉપયોગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...