રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રેસિડન્ટ ડોક્ટરો દ્વારા આજે સતત બીજા દિવસે ઉગ્ર વિરોધ સાથે હડતાળનો માર્ગ અપનાવવામાં આવ્યો છે. રાજકોટ PDU મેડિકલ કોલેજ ખાતે આજે 150 જેટલા ડોક્ટરોએ એકઠા થઇ કાળા વસ્ત્રો ધારણ કરી ઉગ્ર સુત્રોચાર સાથે 'રેસિડન્ટ નોટ રોબોટ'ના બેનર દર્શાવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
તબીબી શિક્ષકો અને મેડિકલ ઓફિસરને સ્ટેન્ડ ટુ
રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ આવતા હોય છે. ત્યારે રેસિડેન્ટ ડૉક્ટરોની હડતાળને પગલે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓથી દૂર રહેતા સિવિલના સત્તાધીશોએ તબીબી શિક્ષકો અને મેડિકલ ઓફિસરને તે કામોમાં સ્ટેન્ડ ટુ રાખ્યા છે.
પેન્ડિંગ પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ કરવું
હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશન હડતાળ પર ઉતર્યા છે. આ અંગે રેસિડન્ટ ડોક્ટર પ્રશાંત રાતડીયાએ જણાવ્યું હતું કે, રેસિડન્ટ ડોક્ટરોના પ્રશ્નો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જેનું જલ્દીથી નિરાકરણ આવે અને તમામને ન્યાય મળે એ અમારી મુખ્ય માંગ છે.
આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે
ઉલ્લેખનીય છે કે જો આગામી દિવસોમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક નિર્ણય કરવામાં નહિ આવે તો ગુજરાત યુનિયન દ્વારા નિર્ણય કરી આગામી રણનીતિ જાહેર કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.