• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 150 Feet From Ring Road To Morbi Road Will Be Closed At Madhapar Chowk, Traffic On Both Sides Will Be Able To Take Left And U turn.

ભાસ્કર એક્સક્લુઝિવ:150 ફૂટ રિંગ રોડથી મોરબી રોડ જવાનો રસ્તો માધાપર ચોકડીએ બંધ કરાશે, બંને તરફનો ટ્રાફિક ડાબી બાજુ જઈ યૂ-ટર્ન લઈ શકશે

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
માધાપર ચોકડી - Divya Bhaskar
માધાપર ચોકડી
  • માર્ગ અને મકાન વિભાગે સાઈનેઝ લગાવી દીધા, ટ્રાયલ લેવાઈ ગઈ, પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર સંયુક્ત બેઠક કરી તારીખ નક્કી કરશે
  • મોરબી ​​​​​​​રોડથી જામનગર જતા ટ્રાફિક માટે ડિવાઈડર તોડવા માટે મંજૂરી આવી ગઈ, ટૂંક સમયમાં એઈમ્સ રોડથી વાહનો પસાર થઇ શકશે

રાજકોટમાં માધાપર ચોકડીએ વિશાળ ફ્લાય ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, બંને તરફથી કામ ચાલુ કર્યા બાદ હવે બંને છેડાને ચોકડીએ જોડવાનુ કામ બાકી રહ્યું છે અને તે માટે ચોક બંધ કરવો ફરજિયાત બની રહે છે તે મામલે જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ અને માર્ગ અને મકાન વિભાગ વચ્ચે સંયુક્ત બેઠક કરીને ત્રણથી ચાર દિવસમાં જ ચોક બંધ કરીને કામ ચાલુ કરી દેવાશે જોકે આખો ચોક બંધ કરી ચારે બાજુના ટ્રાફિકને પરેશાન કરવાને બદલે ફક્ત 150 ફૂટ રિંગ રોડ અને મોરબી રોડ વચ્ચેના ટ્રાફિક અટકાવાશે આ સિવાય જામનગર રોડ તરફ બંને તરફથી વાહન વ્યવહાર ચાલુ જ રહેશે.

2 વૈકલ્પિક રસ્તાઓ પણ આપવામાં આવશે
આ સ્થિતિ 4 મહિના રહેશે જેને લઈને ડાયવર્ઝન વિચારાઈ રહ્યાં છે અને સાથે જ 2 વૈકલ્પિક રસ્તાઓ પણ આપવામાં આવશે તેના માટે તંત્ર નિર્ણય લેશે. આ દરમિયાન શનિવારે સાંજના સમયે ચોકમાં રસ્તા બંધ કરીને ટ્રાયલ પણ લેવાઇ હતી.માધાપર ચોકડીના ફ્લાય ઓવરને જોડવા માટે કામ ચાલુ થાય એટલે જે ટ્રાફિક જામનગર રોડથી હોસ્પિટલ ચોક વચ્ચે આવાગમન કરી રહ્યો છે તેમને કોઇ ફરક નહિ પડે પણ મોરબી રોડ અને 150 ફૂટ રિંગ રોડ વચ્ચેનું જોડાણ તૂટી જશે.

મોરબીથી આવતા ટ્રાફિકને પણ ડાબી બાજુ સાંઢિયા પુલ તરફ વળવાનું ​​​​​​​

150 ફૂટ રિંગ રોડથી મોરબી રોડ પર જતા વાહનોએ માધાપર ચોકથી ડાબી બાજુએ વળી જઈ ક્રાઈસ્ટ હોસ્પિટલ જવાના રસ્તે હાઈવે પર જે ડિવાઈડર છે ત્યાંથી જમણી બાજુ યૂ-ટર્ન લઈ ફરી માધાપર ચોકડીએ પહોંચીને ડાબી બાજુ વળતા મોરબી રોડ પહોંચી શકશે. જ્યારે મોરબીથી આવતા ટ્રાફિકને પણ ડાબી બાજુ સાંઢિયા પુલ તરફ વળવાનું રહેશે અને થોડા આગળ જતાં જ ચોકમાંથી યુ-ટર્ન લઈ ફરી માધાપર ચોકડીએથી ડાબી બાજુ 150 ફૂટ રિંગ રોડ જવાનું રહેશે.

હાલ વાહનોને ઈશ્વરિયાથી પસાર થવાનું ​​​​​​​
​​​​​​​આ રીતે ટ્રાફિક ડાઇવર્ટ કરવાની સમસ્યાનો હલ થવાને બદલે વધશે પણ મોરબી રોડ પર આવેલા સંતોષીનગર પાસે જે હાઈવે પર બ્રિજ પાસે જે ડિવાઈડર છે તે તોડવાની મંજૂરી ટૂંક સમયમાં આવી જશે. આથી મોરબીથી આવતા અને જામનગર જતા ટ્રાફિકને માધાપર ચોકડી માટેનો નવો રોડ મળશે અને જામનગરથી મોરબી જવું હોય અને માધાપર ચોકડી ન જવું હોય તો તેઓ પણ આ માર્ગનો બાયપાસ રોડ તરીકે ઉપયોગ કરી શકશે. હાલ વાહનોને ઈશ્વરિયાથી પસાર થવાનું રહેશે.

આ રીતે સમજો વાહનચાલકો ક્યાંથી ક્યા જઈ શકશે
મોરબી રોડથી 150 ફૂટ રિંગ રોડ

માધાપર ચોકડી પહોંચી ડાબી બાજુ વળી બજરંગવાડી પોલીસ ચોકી પાસેથી જમણી બાજુ યૂ-ટર્ન લઈ ફરી માધાપર ચોકડી આવી ત્યાંથી ડાબી બાજુ 150 ફૂટ રિંગ રોડ

150 ફૂટ રિંગ રોડથી મોરબી રોડ : માધાપર ચોકડીથી ડાબી બાજુ પેટ્રોલ પંપ તરફ રોડ પર જઈને માધાપર ગામ પહોંચતી જમણી બાજુ વળવા ડિવાઈડરમાં જગ્યા છે ત્યાંથી યૂ-ટર્ન લઈ માધાપર ચોકડી અને ડાબી બાજુ મોરબી રોડ

જામનગર રોડથી હોસ્પિટલ ચોક વચ્ચે
બંને તરફ સીધા જઈ શકાશે અને જમણી બાજુ વળી શકાશે નહિ

અન્ય સમાચારો પણ છે...