તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટના ચાંદલી-રાણાવાવ ગામે બે લોકોની પહેલ:સેવાભાવી સંસ્થાને 1.5 કરોડની 15 વીઘા જમીન દાનમાં અપાઈ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સૌરાષ્ટ્રની ધરતી એટલે સંત, મહાત્મા, શૂરવીરો અને દાનવીરોની ધરતી, જ્યાં સેવાના મંત્રને ચરિતાર્થ કેવી રીતે કરી શકાઈ તે દિશામાં હર હંમેશ પગલાંઓ લેવામાં આવતા હોય છે. સેવા કરવાના મંત્રને ફરી એક વખત સેવાભાવી લોકોએ અપનાવ્યો છે. જેમાં રાજકોટ ખાતે છેલ્લા ઘણા સમયથી લોકોની સેવા કરી રહેલા સાથી સેવા એનજીઓને બે સેવાભાવી વ્યક્તિઓએ પોતાની 15 વીઘા એટલે 6 એકર જમીન ચાંદલી ખાતે દાનમાં આપી છે જેથી તે જગ્યા પર શિવ જ્ઞાને જીવ સેવા થઇ શકે.

આ કાર્ય અંગે સુરેશભાઈ સોરઠિયા (ચાંદલી) અને દીપકભાઈ ઓડેદરા (રાણાવાવ) એ માહિતી આપતા જણાવ્યું હતું કે, સમાજની અંદર સારું કાર્ય કેવી રીતે કરી શકાય તે દિશા શોધ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવતી હતી ત્યારે સાથી સેવા એનજીઓના જલ્પાબેન પટેલની કામગીરી સામે આવી હતી ત્યારબાદ તેમના દ્વારા કરવામાં આવતા કાર્યોનું રિવ્યૂ કર્યા બાદ તેઓને થયું કે, જો આ સંસ્થા સાથે જોડાય તો સમાજની સેવા યોગ્ય રીતે થઇ શકે, જેથી આ મુદ્દે સંસ્થાના સંચાલક સાથે વાતચીત કર્યા બાદ નક્કી કરવામાં આવ્યું કે, તેઓને 15 વીઘા એટલે 6 એકર જમીન આપવામાં આવે અને તેજ જગ્યા પર માનવ મંદિર શરૂ કરાય અને જીવોની સેવા કરી શકાય.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે 1.50 કરોડની કિંમતની જમીનનો માલિકી હક્ક પણ સંસ્થાને અપાશે અને સમય મુજબ તેઓ સેવા કાર્યોમાં પણ જોડાશે. તેઓએ માહિતી આપી હતી કે, કરોડોના ખર્ચે મંદિરો તો ઠેર ઠેર બનાવવામાં આવ્યા છે, પણ જે રીતે સેવા થવી જોઈએ, જે ભાવ હોવો જોઈએ તે નથી જોવા મળતો. આ તકે વધુમાં દીપકભાઈ ઓડેદરાએ પણ જણાવ્યું હતું કે, જે જગ્યા સંસ્થાને સોંપવામાં આવી છે તે પૂર્ણ નિસ્વાર્થ ભાવે જ અપાઈ છે, જેમાં કોઈ જ પ્રકારનું દાન આપનારનું નામ તક્તી પર પણ નહીં લખાય. સાથો સાથ સંસ્થાને અન્ય કોઈ બાબતની જરૂરિયાત ઊભી થશે તો તેને પણ પૂર્ણ કરવા મહેનત અને પ્રયત્ન પણ કરાશે. તેમના જણાવ્યા મુજબ પરિવારના સભ્યોએ પણ કરવામાં આવેલા કાર્યને બિરદાવ્યું હતું.

સંસ્થાના જલ્પાબેન પટેલે જણાવ્યું હતું કે, તેઓ પણ ઘણા સમયથી કોઈ ભાડે આશ્રમની શોધમાં હતા જેથી તેઓ અને તેમની ટીમ લોકોની સેવા કરી શકે, પરંતુ સોશિયલ મીડિયાના માધ્યમથી તેઓનો દાન આપનાર લોકો સાથે સંપર્ક થયો હતો અને આગળની યોજનાઓ પણ નક્કી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો