રાજકોટ ઈન્કટેકસ ડિવિઝનમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારનો સમાવેશ થઈ જાય છે.ટેકસ કલેકશનમાં રાજકોટ ડિવિઝન અમદાવાદ, સુરત બાદના ક્રમે આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર- કચ્છના ઈન્કમટેકસ કલેકશનમાં રૂ. 400 કરોડનો વધારો નોંધાયો છે.
નાણાકીય વર્ષ 2021-2022 માં રાજકોટ ડિવિઝનમાં 22 લાખ કરદાતાઓ નોંધાયા છે. કુલ કરદાતાઓમાં 15 ટકા હિસ્સેદારી મહિલાઓની છે. નાણાકીય વર્ષ 2016-2017 માં કરદાતાઓ 12.50 લાખ હતા. આવકવેરામાંથી મળતી માહિતી મુજબ સૌરાષ્ટ્ર- કચ્છની મહિલાઓ સરેરાશ રૂ. 200 કરોડથી વધુ રકમનો ટેકસ ભરે છે.2016-2017 માં રાજકોટ ઈન્કમટેકસનું કલેકશન રૂ. 1334 કરોડ હતુ અને નાણાકીય વર્ષ 2021-2022 માં ટેકસ કલેકશન રૂ. 1792 કરોડ થયું છે.
કોરોના બાદ ટેકસ કલેકશનમાં વધારો થયો એનુ કારણ નવા- નવા ઉદ્યોગો શરૂ થયા તે ઉપરાંત નાણાકીય ભીડનો સામનો કરતા લોકોએ પોતાની પાસે રહેલી મિલ્કતનું વેંચાણ કર્યુ અને તેમાં ભરવાપાત્ર થતો ટેકસ ભર્યો. તેમજ દેશ- વિદેશમાંથી મળતા ઓર્ડરની સંખ્યા વધી છે.એટલે વેપાર- ઉદ્યોગમાં પણ ગ્રોથ નોંધાયો છે.તેથી આવક વધી અને આવક વધતા ટેકસ કલેકશન પણ વધ્યું છે. એક અંદાજ મુજબ મહિલાઓ દર વર્ષે રૂ. 200 કરોડનો ટેકસ ભરતી હશે તેવું અનુમાન લગાવી શકાય. જે કુલ ટેકસ કલેકશનના 20 થી 25 ટકા કહી શકાય તેમ ટેકસ બાર એસોસિએશનના સેક્રેટરી હેમલ કામદાર જણાવે છે.
આ કારણોસર ટેકસ ભરવામાં મહિલાઓની હિસ્સેદારી વધી રહી છે
ચાલુ નાણાકીય વર્ષનું ટેકસ કલેકશન,રિફંડની આંકડાકીય માહિતી....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.