કોરોના રાજકોટ LIVE:24 કલાકમાં 15 દર્દીના મોત, આજે નવા 137 કેસ નોંધાયા

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર. - Divya Bhaskar
ફાઇલ તસવીર.
  • બપોરે 1 વાગ્યા સુધીમાં 10151 લોકોએ કોરોના વેકસીન લીધી

રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં 15 દર્દીના મોત થયા છે. જોકે આ અંગેનો આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી દ્વારા લેવામાં આવશે. ગઇકાલે 7 દર્દીના થયા હતા. જોકે કોવિડથી એક દર્દીનું મોત થયાનું ડેથ ઓડિટ કમિટીમાં જાહેર થયું હતું. 54 દિવસ બાદ સિંગલ ડિજિટમાં મૃત્યુઆંક નોંધાયો હતો. આજે મૃત્યુઆંક ગઇકાલ કરતા બમણો છે. આજે નવા 137 કેસ નોંધાયા છે. શહેરમાં કુલ કેસની સંખ્યા 41308 પર પહોંચી છે. શહેરમાં આજે બપોરે 1 વાગ્યા સુધીમાં કોરોના સામેની રસીકરણમાં 18 વર્ષથી 44 વર્ષના કુલ 8920 અને 45 વર્ષથી મોટી ઉંમરના કુલ 1231 સહિત કુલ 10151 નાગરિકોએ રસી લીધી છે.

995 દર્દી સારવાર હેઠળ
રાજકોટમાં અલગ અલગ હોસ્પિટલમાં 995 દર્દી સારવાર હેઠળ છે. આજે 274 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. કોવિડ સામે બાથ ભીડવા તંત્ર દ્વારા તમામ પ્રકારના પગલાંઓ લેવાઇ રહ્યા છે. જેમાં જેતપુર તાલુકાના 10 પીએચસી કેન્દ્ર પર કુલ 60 લાખના ખર્ચે બે-બે અદ્યતન લેબ ટેસ્ટ માટેના મશીન ફાળવાશે, જે જેતપુર વિધાનસભાના ધારસભ્યની ગ્રાન્ટમાંથી મંજૂર કર્યું છે. આ સુવિધા મળતા સામાન્ય પ્રાથમિક રિપોર્ટ સાથે 90 ટકા અન્ય રિપોર્ટ પણ એકજ સ્થળે શક્ય બનશે. જેથી લોકોએ પ્રાઇવેટમાં જવું નહીં પડે.

4 એમ્બ્યુલન્સ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરમેનની ગ્રાન્ટમાંથી મગાવી
ગામડાઓમાં સીબીસી, સીઆરપી, ડી-ડાઈમર, આરબીએસ, ઇલેક્ટ્રોલાઈટ, ક્રેટીન સહિત અન્ય બીજા સામાન્ય રિપોર્ટ પણ થઇ શકશે, માત્ર જરૂરી રિપોર્ટ કે જે રાજકોટ શહેર ખાતે જ થઇ શકે તેમ હોય તેવા રિપોર્ટ માટે જ લોકોને રાજકોટ ખાતે મોકલવામાં આવશે. જેતપુર તાલુકાના થાણા ગાલોળ, દેવકી ગાલોળ, વાડાસડા અને અમરનગર માટે 4 એમ્બ્યુલન્સ જિ.પં.ના બાંધકામ સમિતિના ચેરમેનની ગ્રાન્ટમાંથી 22 લાખના ખર્ચે મગાવી છે. આ એ ગામો છે જ્યાંથી લોકોને સારવાર અર્થે અન્ય કોઈ સ્થળે ખસેડવા હોય તો ઘણી તકલીફ વેઠવી પડતી હતી. આ મુદ્દે વારંવાર રજૂઆત કરાતા આ ગામોને એમ્બ્યુલન્સ ફાળવી છે. જેતપુર તાલુકા સાથે અન્ય તાલુકાના લોકો સંકળાયેલા છે ત્યારે આ સુવિધા મળતા ઘણી રાહત મળી રહેશે.

અન્ય સમાચારો પણ છે...