તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:ગઢડા સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ ધરાવાયો, ગારીયાધાર ડબલ મર્ડર કેસમાં પરોલ જમ્પ આરોપી ઝડપાયો, ધોરાજીમાં હનુમાનજી મંદિરે 11000 દિવડા કરવામાં આવ્યા

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયા - Divya Bhaskar
ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન યોજાયા
  • ભાવનગર-સોમનાથ હાઈવે મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆત
  • રાજકોટમાં આજે ધોકાનો દિવસ હોવાથી નાની-મોટી ખરીદી નીકળી

1. ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં અન્નકૂટ દર્શન
બોટાદ જિલ્લાનું ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મહત્વનું તિર્થધામ સમાન છે. ભગવાન સવામિનારાયણ પોતે છપૈયાથી ગઢડા આવી 29 વર્ષ સુધી ગઢડામા રહી ગઢડાને કર્મભૂમી બનાવી અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ગ્રંથ શિક્ષાપત્રીની રચના કરી હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના વહિવટી વિભાગ દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન મંદિરમાં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાઈ છે. ત્યારે આજે દિવાળીના પર્વ નિમિત્તે ગઢડા ગોપીનાથજી મહારાજને અલગ અલગ પ્રકારની મીઠાઈ, શરબત, અથાણા, ફરસાણ, વિવિધ શાકો, સુકા મેવા , વિવિધ ફળો સહિત ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો અને બપોરના સમયે હરિભકતો માટે અન્નકુટ દર્શન ખુલ્લા મુકાયા હતા.

બોટાદમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
બોટાદમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી

2. બોટાદમાં દેશના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી
બોટાદ જિલ્લા વોલીબોલ એસોસિયેશન અને ગઢડા વિકાસ ટ્રસ્ટના નેજા નીચે ચાલતી ગઢડા સ્પોર્ટ્સ ક્લબ ખાતે ગઢડા વોલીબોલ ટીમના ખેલાડીઓ દ્વારા તાજેતરમાં ભારત દેશના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે વોલીબોલ ગ્રાઉન્ડ ખાતે દિપ પ્રાગટ્ય કરી અને વીર શહીદ જવાનોને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. ભારત માતાના જયઘોષ સાથે વીર જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આજે ગઢડાના વોલીબોલના ખેલાડીઓ હાજર રહી અને ભારત માતાના રક્ષણ ખાતે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર જવાનોને દિવાળીના પર્વે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

3. ભાવનગર-સોમનાથ હાઈવે મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યની રજૂઆત
ગુજરાતના મહત્વના બે શહેરોને જોડતો ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પ્રોજેક્ટ લાંબા સમયથી ગોકળગતિએ ચાલી રહ્યો છે. અલંગ, મહુવા અને પીપાવાવ જવા માટે મહત્વના ગણાતા હાઈવે પર રોજના હજારો વાહનો અને મુસાફરો પ્રવાસ કરે છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય કનુભાઇ બારૈયાએ નેશનલ હાઈવે ઓથોરિટીને રોડના કામમાં ગતિ વધારી ઝડપથી કામ પૂર્ણ કરવા રજૂઆત કરી છે.

ભાવનગર પોલીસે ડબલ મર્ડરનો આરોપી ઝડપી પાડ્યો
ભાવનગર પોલીસે ડબલ મર્ડરનો આરોપી ઝડપી પાડ્યો

4. ગારીયાધાર ડબલ મર્ડર કેસમાં પેરોલ જમ્પ કરનાર આરોપી ઝડપાયો
ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો આરોપી રાજકોટ જેલમાંથી પેરોલ જમ્પ કરનાર આસીફ ઇકબાલભાઇ ભટ્ટી ફરાર હતો. અમરેલી સંધી સોસાયટી ઓપન જેલ પાસે હુસૈની ચોક અમરેલીવાળો હાલ રાજકોટ મધ્યસ્થજેલ વાળાની વિરૂદ્ધમાં સેશન્સ કોર્ટમાં કેસ ચાલી જતા આજીવન સજા ફટકારવામાં આવી હતી. બાદમાં આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો.દરમિયાન આરોપીએ પેરોલ પર રજાની માંગણી કરતા રાજકોટ જેલમાંથી મુકત કરવામાં આવ્યો હતો. તા.6/10/2020ના રોજ તેને જેલમાં હાજર થવાનું હોય પરંતુ તે હાજર થયયો નહીં અને ફરાર થઇ ગયો હતો. ભાવનગર,એલ.સી.બીએ બાતમી મળતા રાજકોટ મધ્યસ્થ જેલનો સજાનો આરોપી આસીફ ઇકબાલભાઇ ભટ્ટીરને ભાવનગર ગંગાજળીયા તળાવ સિટી બસ સ્‍ટેન્‍ડ પાસેથી પકડી લઇ તેની અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં બાકી રહેલ સજા ભોગવવા માટે મોકલી આપ્યો છે.

ધારી સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટ દર્શન
ધારી યોગીજી મહારાજના જન્મ સ્થળ પર આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે ભગવાનને અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. મંદિરે સવારથી સાંજ સુધી સરકારની ગાઇડ લાઇન મુજબ અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિભક્તોએ દર્શનનો લાભ લીધો હતો.

6.ધોરાજીના ચૈતન્ય હનુમાનજી આહવાન અખાડામાં દિપાવલી નિમિત્તે 11000 દીપક પ્રગટાવી મંદિરમાં દર્શન
ધોરાજીના જન્માષ્ટમી મેળા ગ્રાઉન્ડ ખાતે આવેલા ચૈતન્ય હનુમાનજી આશ્રમ આહવાન અખાડા ખાતે મહંત દિગંબર લાલુ ગીરીજી મહારાજના સાંનિધ્યમાં દિપાવલી પર્વ ઉજવાયો હતો. જેમાં બટેશ્વર મહાદેવ તેમજ ચૈતન્ય હનુમાનજી મંદિર તથા કાલભૈરવ મંદિરના પરિસરમાં 11000 દિપક પ્રગટાવી દિપાવલી મહોત્સવ ઉજવાયો હતો.

રાજકોટમાં આજે રવિવારે પણ નાની-મોટી ખરી નીકળી
રાજકોટમાં આજે રવિવારે પણ નાની-મોટી ખરી નીકળી

7. રાજકોટમાં આજે ધોકાનો દિવસ હોવાથી નાની-મોટી ખરીદી નીકળી
દિવાળી બાદ લોકોને તિથિ મુજબ એક ધોકાનો દિવસ પણ મળ્યો છે. જો કે, લોકોની દિવાળીની ખરીદી હજુ પણ પુરી થઈ નથી તેવું લાગે છે. રવિવારની રજા અને ધોકાનો દિવસ હોવાથી રાજકોટની બજારમાં નાની-મોટી ખરીદી કરવા લોકો પહોંચ્યા હતા. મોટાભાગના વેપારીઓ ગઈકાલે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરી ધંધો-રોજગાર બંધ કર્યા હતા. પરંતુ હજી પણ કેટલાક નાના વેરાપીઓ બજારમાં ધંધા-રોજગાર માટે બેઠા છે.

8. ભાવનગરના સરદારનગર વિસ્તારમાં મકાનમાં આગ ભભૂકી
ભાવનગર શહેરના સરદારનગર સ્થિત પચાસવારીયા વિસ્તારમાં આવેલા એક રહેણાંકી મકાનમાં કોઈ અકળ કારણોસર આગ લાગતાં ફાયરબ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરાઈ હતી. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

9. ગોંડલ ભગવતપરામાં રૂપિયા 22 હજારની રદ કરાયેલી નોટ સાથે એક શખ્સ ઝડપાયો
ગોંડલ સિટી પોલીસે ભગવતપરામાં રહેતા નરેશ રાજુભાઈ સિંધવ પાસેથી ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી રૂ. 1000 તથા રૂ. 500ની કુલ રૂપિયા 22 હજારની નોટ પકડી પાડી ધ સ્પેસિફાઈડ બેંક નોટિસ સેશન્સ ઓફ લાયાબિલિટીની કલમ ચાર-પાંચ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો