તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:રાજકોટમાં 1.5 લાખ અમૃતમ કાર્ડની મુદ્દત 31 માર્ચે પૂરી થશે, રિન્યૂની વ્યવસ્થા પડકાર

રાજકોટ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દર ત્રણ વર્ષે કાર્ડ રિન્યૂ કરાવવાનું હોય છે, તેમાં આવકનો દાખલો, આધાર આપવું ફરજિયાત
 • કોરોનાની સ્થિતિએ કાર્ડના કેમ્પનું આયોજન નહિ થાય અને કેન્દ્રો પર પણ ભીડ ભેગી કરી શકાય નહિ તેથી વચ્ચેનો રસ્તો ‘ઓનલાઈન’ નીકળી શકે

રાજ્યમાં સામાન્ય અને ગરીબ પરિવારો પર જ્યારે કોઇ સ્વાસ્થ્યને લગતી સમસ્યા આવે ત્યારે અમૃતમ કાર્ડ જેવી યોજનાઓ વિનામૂલ્યે સારવાર અપાવે છે અને દવાખાનાના ખર્ચાથી રાહત આપે છે. આ કારણે અમૃતમ કાર્ડ, આયુષ્માન કાર્ડ, મા કાર્ડની યોજનાઓનો વ્યાપ વધારાયો છે. અમૃતમ કાર્ડ એક વખત નીકળ્યા બાદ તેને દર ત્રણ વર્ષે રિન્યૂ કરાવવાનું હોય છે અને રિન્યૂ કરાવ્યા બાદ જ તેનો ઉપયોગ થઈ શકે છે હાલ સ્થિતિ એવી છે કે, 31 માર્ચે એક સાથે 1.5 લાખથી વધુ અમૃતમ કાર્ડનો સમય પૂરો થાય છે તેથી તેમને હવે રિન્યૂ કરાવવાની કામગીરી વધશે અને લોકોના ટોળાં ભેગા કર્યા વગર આ કાર્ય કેમ કરવું તે તંત્ર સામે પ્રશ્ન છે.

રાજકોટમાં સમયાંતરે અમૃતમ કાર્ડ માટે કેમ્પ થતા હતા જેમા નવા કાર્ડ અથવા તો રિન્યૂઅલની પણ કામગીરી થતી હતી. કોવિડના કારણે હવે કેમ્પ કરવા શક્ય જ નથી તેમજ જ્યાં કેન્દ્રો છે ત્યાં પણ લોકોની ભીડ કરી શકાય તેમ નથી. તેથી વચ્ચેનો રસ્તો કાઢવો પડશે પણ હાલ સમગ્ર તંત્ર વેક્સિનેશનમાં છે જોકે એક વિચારણા એવી પણ થઈ રહી છે કે જે લોકોના કાર્ડ રિન્યૂ કરવાના છે તેમને ટોકન સિસ્ટમમાંથી મુક્તિ આપીને સીધા દસ્તાવેજો લઈ બાદમાં કામગીરી હાથ ધરાય અથવા તો કેન્દ્ર મુજબ, ગામ મુજબ કે વોર્ડ મુજબ ઓનલાઈન દસ્તાવેજો સ્વીકારી અરજદાર કેન્દ્ર સુધી ન આવે તો પણ કાર્ડ રિન્યૂ થઈ જાય તેવી વ્યવસ્થા ઊભી થાય કે કેમ તે પ્રયાસ થઈ રહ્યો છે.

કાર્ડ રિન્યૂઅલ માટે આવી હોય છે પ્રક્રિયા
અમૃતમ કાર્ડ રિન્યૂ કરવા માટે જે તે વ્યક્તિએ પોતાના કાર્ડની ઝેરોક્ષ, આવકનો દાખલો તેમજ આધારકાર્ડ લઈને આરોગ્ય કેન્દ્ર અથવા તો જ્યાં કાર્ડની કામગીરી થતી હોય તે હોસ્પિટલ અથવા તો કિઓસ્ક પર જવાનું રહે છે. ત્યાં ફોર્મ ભરીને ડોક્યુમેન્ટ આપવાના હોય છે. ઓપરેટર કાર્ડની વિગતો ચેક કરીને નવો આવકનો દાખલો ચકાસે છે અને પછી ઓનલાઈન અપલોડ કરે છે અને ત્યારબાદ સક્ષમ અધિકારી તેને વેરિફાય કરે છે ત્યારે તે રિન્યૂ થઈ જાય છે. આ માટે નવા કાર્ડ આપવાની જરૂર નથી રહેતી અને જૂનું કાર્ડ જ ચાલે છે કારણ કે, આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થઈ જાય છે.

રાજકોટ જિલ્લામાં 4.5 લાખ કાર્ડધારકો
રાજકોટનો મહાનગરપાલિકા વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તાર સહિત 4.5 લાખ લોકો પાસે અમૃતમ કાર્ડ છે જેમાંથી કોઈ મોટી બિમારી સમયે ઘણા લોકો ઉપયોગ પણ કરે છે અને કાર્ડ હોવાથી દર્દીએ નાણા ચૂકવવાના રહેતા નથી. 31 માર્ચે જે કાર્ડની મુદ્દત પૂરી થવાની છે તેમાં રાજકોટ શહેરના 80,000, જ્યારે ગ્રામ્યના 75000 જેટલા કાર્ડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો