માંગ:એક રોડ પર 15 હોટેલ, ફૂડશાખા વર્ષે માંડ 12માંથી નમૂના લ્યે છે!

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના નગરસેવકોએ ફૂડશાખાની કામગીરી પર નિશાન તાંક્યું, અધિકારીઓ મૌન
  • ભેળસેળ કરનારને દંડના બદલે તેનો ધંધો જ બંધ કરે તેવા નિયમ બનાવવા કરી માંગ

રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં પહેલો પ્રશ્ન કોર્પોરેટર પરેશ પીપળિયાનો હતો જેમાં તેમણે છેલ્લા 45 દિવસમાં થયેલી કામગીરી માંગી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનરે ત્રણ વર્ષમાં લીધેલા સેમ્પલના આંક અને કાર્યવાહી બતાવી હતી. જોકે કોર્પોરેટરોએ આ જવાબમાં સંતોષ માન્યો ન હતો અને ભેળસેળ રોકવા ખરેખર શું કામગીરી કરાય છે તેના પ્રશ્નોની છડી વરસાવી હતી. કોર્પોરેટરોના પ્રશ્નોના જવાબમાં વિગતો રિપીટ થવા લાગી હતી.

મ્યુનિ. કમિશનરે તે જવાબદારી આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડને આપી હતી. વારાફરતી 8 કોર્પોરેટરે પ્રશ્ન પૂછ્યા હતા જેનો જવાબ પણ આપી શક્યા ન હતા. વોર્ડ નં. 14ના કોર્પોરેટર નિલેશ જલુએ બજારમાં સસ્તા ભાવે વેચાતા શંકાસ્પદ ઘી પર કેમ કાર્યવાહી નથી થતી તેમજ ઈંડાંની લારીઓમાંથી નમૂના કેમ નથી લેવાતા એ પ્રશ્ન કર્યો હતો. અશ્વિન પાંભરે કહ્યું હતું કે, ભેળસેળવાળો ખોરાક જ્યાં બને છે ત્યાં જ શા માટે સીધી રેડ થતી નથી.

નીતિન રામાણીએ કહ્યું હતું કે, જે એક વખત પકડાય છે ત્યાં બીજી વખત કેમ ચેકિંગ થતું નથી જ્યારે વિનુ ઘવાએ ત્યાં સુધી કહ્યું હતું કે, આ રીતે જે ધંધાર્થીઓ પકડાય છે ત્યાં વારંવાર ચેકિંગ થાય અને સામાન અને વાસણ જપ્ત કરી દેવા પણ કહ્યું હતું. ડો. દર્શના પંડ્યાએ કહ્યું હતું કે, જે રોગ થાય છે તેનો મૂળ કાચુ મીટ હોય છે.

તો શા માટે રો મીટના નમૂના નથી લેવાતા. પ્રીતિબેન દોશીએ પૂછ્યું હતું કે, કેટલી હોટેલમાંથી સેમ્પલ લીધા તો જવાબમાં આવ્યું હતું કે એક વર્ષમાં 12માંથી નમૂના લેવાયા છે. તેથી પ્રીતિબેને કહ્યું હતું કે, રાજકોટ શહેરમાં એક રોડ પર ઓછામાં ઓછી 15 હોટેલ હોય છે ત્યારે એક વર્ષમાં માત્ર 12 નમૂના લેવાય તે યોગ્ય નથી. આ રીતે બધા કોર્પોરેટરોએ ફૂડશાખાની કાર્યવાહી પર શંકા ઉપજાવી હતી.

અન્ય સમાચારો પણ છે...