રાજકોટ એરપોર્ટ એડવાઈઝર કમિટીની ગુરુવારે બેઠક મળી હતી. જેમાં એરપોર્ટ ઓથોરિટી, કલેક્ટર વિભાગના અધિકારીઓ તેમજ વેપારીઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં એરપોર્ટમાં મળનારી સુવિધા, ફ્લાઇટ ફ્રીક્વન્સી વધારવા મુદ્દે ચર્ચા- વિચારણા કરવામાં આવી હતી. જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે, હાલમાં બે જ એપ્રોન છે. બીજા ચાર એપ્રોન બની ગયા છે. જો તેને મંજૂરી મળી જાશે તો આગામી દિવસોમાં નવી ફ્લાઇટ શરૂ થવાની શક્યતા છે.
બની શકે કે 15 ફ્લાઈટ ઉડાન ભરશે. કોરોનાની બીજી લહેર બાદ હવાઈ યાત્રા નિયમિત થતા અને દિવાળીના તહેવારમાં મુસાફરો સૌથી વધુ નોંધાયા હતા, પરંતુ ત્યાર પછીના સમયમાં મુસાફરો નહીં મળતા કેટલીક એરલાઈન્સે પોતાની ફ્લાઇટ કેન્સલ કરી નાખતા મુસાફરો ઓછા નોંધાયા હતા. આમ, છેલ્લા ત્રણ મહિનામાં 28,862 મુસાફર ઓછા નોંધાયા છે. તાજેતરમાં જ એરપોર્ટ પર નવી એમ્બ્યુલિફ્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે. તેમજ રાજકોટથી સુરત જતી ફ્લાઈટ રોજે-રોજ ઉડાન ભરી રહી છે.
કાર્ગો મૂવમેન્ટમાં સામાન મગાવવા- મોકલવાનું પ્રમાણ | ||
મુદત | સામાન આવ્યો (કિલો) | સામાન મોકલ્યો (કિલો) |
1 એપ્રિલથી 30 જૂન સુધી | 14,489 | 227 |
1 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધી | 31,225 | 1304 |
1 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી | 84,772 | 749 |
1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી | 51,990 | 23,096 |
યાત્રિકોની આવન- જાવનની સંખ્યા | ||
મુદત | યાત્રિકોની સંખ્યા | ફ્લાઈટની સંખ્યા |
01 એપ્રિલથી 30 જૂન સુધી | 28,174 | 580 |
01 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધી | 89,860 | 1016 |
01 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી | 1,65,007 | 1538 |
01 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી | 1,36,135 | 1528 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.