રાહત:રાજકોટ જિલ્લાના 595 માંથી 145 ગામ કોરોનામુક્ત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોલીડા ગામમાં કોરોના હળવો પડતા લોકો ફરી કામમાં લાગ્યા. - Divya Bhaskar
ગોલીડા ગામમાં કોરોના હળવો પડતા લોકો ફરી કામમાં લાગ્યા.
  • છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ કેસ ન આવ્યા, સાૈથી વધુ રાજકોટ તાલુકાના ગામો

રાજકોટ જિલ્લાના 145 જેટલા ગામ કોરોનામુક્ત બન્યા છે. જેમાં લોકોની જાગૃતતા, ગંભીરતા અને પોતાની તકેદારી કેવી રીતે રાખવી તે અંગે સતત પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ત્યારે તકેદારીના ભાગરૂપે છેલ્લા 3 સપ્તાહમાં એક પણ પોઝિટિવ ન આવતા હાશકારો થયો છે. આ તમામ ગામો એવા છે જ્યાં પ્રથમ લહેરમાં ક્યાંક ઓછા કેસ જોવા મળ્યા હતા, તો ક્યાંક વધુ કેસ જોવા મળ્યા હતા. પરંતુ પૂરતી તકેદારી રાખતા આ આફતથી જિલ્લાના 145 ગામોએ કોરોનાને હરાવ્યો છે.

રાજકોટ તાલુકાના 44 ગામ, પડધરીના 14, લોધિકાના 14, જેતપુરના 4, ગોંડલના 20, કોટડાસાંગાણીના 23, જસદણના 23, વીંછિયાના 22, ઉપલેટાના 15 અને જામકંડોરણાના 4 ગામનો સમાવેશ થયો છે. જિલ્લાના 595 ગામમાંથી 410 ગામમાં કોરોનાના કેસ આવ્યા નથી, પરંતુ ત્યાં હજુ એક્ટિવ કેસ હોવાની સંભાવના છે. હાલ જિલ્લાના 145 ગામ સંપૂર્ણ કોરોનામુક્ત થયા હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.

દેપાળિયાના દરેક ઘરમાં બે વખત સેનિટાઈઝેશન કરાવામાં આવ્યું હતું
પડધરી તાલુકાના દેપાળિયા ગામના સરપંચ પ્રભુભાઈ દલસાણિયાએ વાતચીત કરતા કહ્યું હતું કે, 492ની વસ્તી ધરાવતું ગામ કોરોનામુક્ત બન્યું છે, તેનો લોકોમાં અનેરો આનંદ પણ છે, સામે જે સફળતા મળી છે, તેમાં ગામમાં થયેલું સેનિટાઈઝેશન સૌથી કારગત નીવડ્યું છે.

ગામના લોકોને શું તકલીફ છે, અને સહેજ પણ તાવ કે ઉધરસ હોવાની વાત સામે આવે તો ત્વરિત આરોગ્ય કર્મી સાથે ખુદ ઘરે પહોંચી લોકોની તપાસ કરાવતા હતા, જેથી વ્યક્તિગત રીતે ખ્યાલ આવે કે કોને શું તકલીફ પડી છે, તેથી તેની સાર-સંભાળ લેવામાં આવે. ગામમાં કરવામાં આવેલું લોકડાઉન અત્યંત કારગત નિવડ્યું હતું.

સતત માસ્ક અને સામાજિક અંતર રાખતા કોરોના સામે ગોલિડા ગામે વિજય મેળવ્યો
રાજકોટના ગોલિડા ગામના સરપંચ સાંતુભાઈ ખાચરે માહિતી આપતા કહ્યું હતું કે, ગામમાં 833 લોકો વસવાટ કરે છે, ત્યારે કોરોનાના કાળમાં ઘણા લોકોએ અનેક તકલીફ વેઠવી પડી હતી, પરંતુ ગામમાં લોકોની જાગૃતતા અને ટેસ્ટિંગ કરાવાની આતુરતાના પગલે ગામ કોવિડ મુક્ત થયું છે.

માત્ર એટલું જ નહિ સામાજિક અંતરની સાથે તમામ પ્રાથમિક તકેદારી રાખવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે, પહેલી લહેરની સરખામણીમાં બીજી લહેરમાં કેસ ખૂબજ વધ્યા હતા અને લોકોના મૃત્યુ પણ થયા હતા, પરંતુ હજુ પણ લોકો દ્વારા પૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...