લોન મંજૂર:સ્ટેન્ડ અપ ઈન્ડિયા માટે 143.362 કરોડની લોન મંજૂર

રાજકોટ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજકોટ જિલ્લામાં સ્ટેન્ડ અપ ઈન્ડિયા અંતર્ગત રૂ. 466 અરજદારની લોન મંજૂર થઈ છે. જેની રકમ રૂ.143.362 કરોડ છે, પરંતુ તે પૈકી માત્ર રૂ.96.741 કરોડની જ લોન મંજૂર થઈ છે. જ્યારે 46.621 કરોડની લોન મંજૂર થઈ ગઈ છે પરંતુ તેઓને હજુ સુધી આ લોનની રકમ ચૂકવાઈ નથી.

જેની લોન મંજૂર થઈ ગઈ છે અને ન ચૂકવાઈ હોય તેવા અરજદારોની સંખ્યા 166 છે. 6 ડિસેમ્બર 2021 સુધી રૂ. 96.741 કરોડની લોન ચૂકવાઈ છે તે પણ કેટલાક અરજદારોને હાલમાં અડધી મળી છે તો કેટલાક અરજદારોને પૂરી લોન મળી છે. કુલ 17 બેન્કમાં આ લોન મંજૂર થઇ છે. જેમાં ખાનગી અને સરકારી બન્ને બેંકનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...