કૃષિ:1400 ક્વિન્ટલ કપાસ ચાર કલાકમાં જ વેચાઈ ગયો !, વ્હાઈટ ગોલ્ડે રૂ. 2700ની સપાટી કુદાવી

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

સારી ગુણવત્તાના કપાસની અછત હોવાને કારણે આ વખતે કપાસના ભાવ ઊંચા ગયા છે. બજારમાં સારા માલનો કપાસ આવતાની સાથે જ તુરંત વેચાઇ જાય છે. કપાસના ભાવ ઊંચકાવાને કારણે જેમણે સ્ટોક કરીને રાખ્યો છે તેઓ પણ અત્યારે નિકાલ કરી રહ્યા છે. બેડીયાર્ડમાં હાલમાં દૈનિક કપાસની આવક 1400 ક્વિન્ટલની આસપાસ છે. પરંતુ આ કપાસ માત્ર ચાર કલાકમાં જ વેચાઈ જાય છે. શુક્રવારે કપાસનો ઊંચામાં ઊંચો ભાવ રૂ. 2710 બોલાયો હતો.જ્યારે એ સિવાય સૌથી નીચો ભાવ રૂ.2040 રહ્યો હતો.

વેપારીઓના જણાવ્યાનુસાર અત્યારે કપાસનો ભાવ ઊંચો રહેતા જેમને અગાઉના સ્ટોક, છેલ્લી વિણીનો હોય કે નબળી ગુણવત્તાવાળો હોય તેવો માલ પણ આવી રહ્યો છે. કપાસમાં લેવાલી નીકળતા ઘરઆંગણે જ બધો કપાસ વેચાઈ જાય છે. આ સિવાય રાજ્ય અને દેશ બહાર પણ ડિમાન્ડ રહે છે. કપાસના ભાવ સારા મળતા આ વખતે કપાસનું વાવેતર વધે તેવી સંભાવના વર્તાઈ રહી છે. ગાંસડીનો ભાવ રૂ. 1.00 લાખ સુધી પહોંચ્યો છે.નહિતર અત્યાર સુધી એક ગાંસડીનો ભાવ રૂ. 58 હજાર સુધી બોલાતો હતો.

અન્ય સમાચારો પણ છે...