તરુણોમાં ઉત્સાહ:રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે 14 હજાર તો જિલ્લામાં 24 હજાર વિદ્યાર્થીઓએ લીધી વેક્સિન, મનપાનો લક્ષ્યાંક પ્રથમ દિવસે જ 25% પૂર્ણ

રાજકોટ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગઈકાલે વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું - Divya Bhaskar
ગઈકાલે વિદ્યાર્થીઓએ વેક્સિન લેવા માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું
  • સૌરાષ્ટ્રના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર રસી મુકાવી છે
  • 6 દિવસમાં 100% વેક્સિનેશન પૂર્ણ કરવાનો રાજકોટ મનપાનો લક્ષ્યાંક
  • 71 ટીમોની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો

કેન્દ્ર સરકાર દ્વારા 15 થી 18 વર્ષના બાળકો માટે વેક્સિનેશનની મંજૂરી આપવામાં આવતા ગઇકાલથી શાળા કોલેજના માધ્યમથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટ શહેરમાં પ્રથમ દિવસે 14,374 જયારે જિલ્લામાં 24,441 બાળકોએ વેક્સીન મુકાવી હતી. ગઈકાલે પ્રથમ દિવસે 71 ટિમ થી શરુ થયેલા આ વેક્સિનેશનના મહાઅભિયાનમાં આજથી ટીમો વધારી 6 દિવસમાં 100% વેક્સિનેશન પૂર્ણ કરવા રાજકોટ મનપા દ્વારા લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જેની સામે જિલ્લામાં પ્રથમ દિવસે જ 25% વેક્સિનેશન પૂર્ણ થઇ ગયેલ છે.

સૌરાષ્ટ્રના અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર રસી મુકાવી છે
દેશમાં કોરોના રસીકરણ શરૂ થયાના આશરે એક વર્ષ બાદ, અને બાળકોમાં કોરોના સંક્રમણના કેસો વધવાની શરૂઆત થતા કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલથી 15 થી 18 વર્ષની વયના, એટલે કે તા. 31-12-2007ના દિવસે કે તે પહેલાના દિવસે જન્મેલા બાળકોને પ્રથમવાર કોરોના રસી આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. શહેરમાં પ્રથમ દિવસે 71 ટીમોની મદદથી વેક્સિનેશન કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં આજથી ટીમો વધારી ઝડપી વેક્સિનેશન કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ સહીત સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં ધો. 9થી 12માં અભ્યાસ કરતા અંદાજે 1 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હોંશભેર રસી મુકાવી છે અને કૂલ વિદ્યાર્થીઓમાં અંદાજે 20 ટકા વિદ્યાર્થીઓ રસીથી સુરક્ષિત થયા છે.

ઓન ધ સ્પોટ ઓનલાઈન નોંધણી કરી
રાજકોટમાં મનપાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્કૂલના પ્રિન્સીપાલ-શિક્ષકોની હાજરીમાં રસીકરણ હાથ ધરાયું હતું અને વિદ્યાર્થીઓ રસીનું ઈન્જેક્શન લેવા શિસ્તબધ્ધ કતારમાં ઉભેલા ઠેરઠેર નજરે પડયા હતા. ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજીયાત નહીં હોવાથી ઓન ધ સ્પોટ આધારકાર્ડ અને સ્કૂલના આઈ.કાર્ડ પરથી મનપાના સ્ટાફે ઓનલાઈન નોંધણી કરી હતી અને વિદ્યાર્થીઓને રસી મુકવામાં આવી હતી. શહેરમાં 80,000ની કૂલ સંખ્યા સામે આજે 14,374 વિદ્યાર્થીને રસી અપાઈ છે. ઘણી સ્કૂલોમાં વિદ્યાર્થીઓ કોરોના કાળને પગલે પ્રત્યક્ષ હાજરી આપતા નથી તે કારણે ગઈકાલે 18,000નો લક્ષ્યાંક પૂરો થયો ન હતો.

25% લક્ષ્યાંક પ્રથમ દિવસે જ પૂર્ણ
રાજકોટ શહેર ઉપરાંત જિલ્લામાં કૂલ 95,000 વિદ્યાર્થીઓ સામે ગઈકાલે પ્રથમ દિવસે 24,441 વિદ્યાર્થીઓને રસીકરણ થયું છે. એટલે કે શહેર કરતા જિલ્લામાં વેક્સિનેશન વધુ થયું છે અને પ્રથમ દિવસે જ રાજકોટ જિલ્લાના 24,441 વિદ્યાર્થીઓને 25% લક્ષ્યાંક પ્રથમ દિવસે જ પૂર્ણ કરી દીધેલ છે ત્યારે આજ રીતે કામ કરવામાં આવે તો માત્ર 4 જ દિવસના ટૂંકા ગાળામાં રાજકોટ જિલ્લાના તમામે તમામ 95,000 બાળકો 100% વેક્સિનેશનથી સુરક્ષિત થઇ શકશે.